માગણી:મુંબઈની જેમ રાજ્યભરમાં પ્રોપર્ટી ટેક્સમાં માફીની માગ

મુંબઈ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસ અને ભાજપ દ્વારા સરકાર પાસે માગણી

મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ મુંબઈ મહાપાલિકા ક્ષેત્રમાં 500 ચો.ફૂટ સુધીનાં ઘરો માટે પ્રોપર્ટી ટેક્સ માફ કર્યા પછી રાજ્યભરમાં તે લાગુ કરવાની માગણી ઊઠી છે. કોંગ્રેસે મહારાષ્ટ્રની ઉપરાજધાની નાગપુરમાં આ નિર્ણય લાગુ કરવાની માગણી કરી છે, જ્યારે ભાજપે આખા રાજ્યમાં લાગુ કરવાની માગણી કરી છે.

કોંગ્રેસના નેતા આશિષ દેશમુખે જણાવ્યું કે નાગપુરમાં પણ હજારો કુટુંબ આ નિર્ણય લાગુ થવાની અપેક્ષા રાખે છે. મુખ્ય મંત્રીએ નાગપુરને પણ દિલાસો આપવો જોઈએ. છેલ્લાં થોડાં વર્ષમાં નાગપુરમાં આજુબાજુના ગ્રામીણ ભાગોમાંથી હજારો કુટુંબ નાગપુરમા સ્થાયી થયા છે. તે બધાનાં ઘર 500 ચો.ફૂટથી ઓછાં છે. તેમને મુખ્ય મંત્રીએ ન્યાય આપવો જોઈએ.

પુણે, નાશિક, ઔરંગાબાદમા પણ લાગુ કરો : દરમિયાન ભાજપના નાગપુર શહેર અધ્યક્ષ પ્રવીણ દટકેએ જણાવ્યું છે કે નાગપુર, પુણે, નાશિક, ઔરંગાબાદ, પિંપરી ચિંચવડ સહિતની રાજ્યની મહાપાલિકાઓને પણ આ જ ન્યાય લાગુ કરવો જોઈએ. નાગપુરમાં 500 ચો.ફૂટથી ઓછી ચો.ફૂટનાં 2.60 લાખ કુટુંબ છે.

તેમા પ્રોપર્ટી ટેક્સની માફી માટે દર વર્ષે રૂ. 29થી 34 કરોડ અનુદાનની જરૂર પડવાની હોઈ તે અનુદાન રાજ્ય નાગપુર મહાપાલિકાને આપવો એવી માગણી પણ દટકેએ કરી છે. રાજ્યના અર્થમંત્રી અજિત પવાર વજનદાર મંત્રી છે. તેઓ પોતાના વિભાગ મારફત આવો નિર્ણય લઈને સંપૂર્ણ રાજ્યની ગરીબ જનતાને ન્યાય મેળવી આપશે એવી અપેક્ષા છે.

અન્ય સમાચારો પણ છે...