આહાર:નિયંત્રણો હળવા થયા પછી હોટેલોમાં શાકાહારી ખાદ્યપદાર્થની માગણી વધી

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુંબઈગરાનો ટેસ્ટ હવે પહેલા જેવો રહ્યો નથીઃ આહાર

જુદી જુદી હોટેલોમાં સ્વાદિષ્ટ ખાદ્યપદાર્થોનો આસ્વાદ માણવામાં મુંબઈગરાઓ હંમેશા અગ્રેસર હોય છે. કોરોનાના સંક્રમણના કારણે હોટેલ વ્યવસાયિકો પર આવેલા પ્રતિબંધો હળવા થયા છતાં આ વ્યવસાય હજી પાટે ચઢ્યો નથી. એમાં પણ શાકાહારી વાનગીઓ રાખતી હોટેલોનો વ્યવસાય માંડ વીસથી ત્રીસ ટકા છે. પણ માંસાહારી વાનગીઓ માટે જાણીતી હોટેલોના વ્યવસાયને હજી પણ મંદીનો માર છે. આહારના આધાર શેટ્ટીએ મુંબઈના હોટેલ વ્યવસાયિકોની એકંદર પરિસ્થિતિ જણાવતા કહ્યું કે મુંબઈગરાઓનો ટેસ્ટ હવે પહેલાં જેવો રહ્યો નથી.

કોરોનાના સંક્રમણના લીધે બહારનું ખાવા પહેલાં મુંબઈગરાઓ હવે વિચાર કરે છે એવું નિરીક્ષણ નોંધ્યું છે. ચાર વાગ્યા સુધી હોટેલમાં બેસીને ખાવાની સંમતિ આપી હોવાથી શાકાહારી વાનગીઓની માગ છે. એમાં પણ જુદા પ્રકારના ફેન્સી ખાદ્યપદાર્થો મેનુકાર્ડમાંથી બાદ કરવામાં આવ્યા છે. ઓછા મનુષ્યબળને લીધે જેની ખપત વધુ છે એ જ વાનગીઓ બનાવવામાં આવે છે. એમાં ઈડલી, મસલા ઢોસા, પાઉભાજી, મિક્સ ભાજી, રોટલી, દાળ, ભાત, જીરા રાઈસ જેવા ખાદ્યપદાર્થોની માગ વધુ છે. એના સિવાયની ફ્યુઝન વાનગીઓની માગ હોતી નથી.

ભોજનાલયના વ્યવસાયને પણ પહેલાંની જેવો પ્રતિસાદ નથી. જે મસાલા ઢોસા, રાઈસ પ્લેટનો આગ્રહ રાખતા હતા તેઓ હવે વડાપાઉ ખાવાનું પસંદ કરે છે. આર્થિક મુદ્દો હવે મહત્ત્વનો થયો છે એમ એક હોટેલમાલિકે જણાવ્યું હતું. માંસાહારી વાનગીઓ ખાનારા બપોરે હોટેલમાં જઈને ખાવાનું પસંદ કરતા નથી. બપોરે ભારે ભોજન લઈને ઉંઘ આવે છે. કામની ઝડપ ઓછી થાય છે એમ લોકોને લાગે છે. માંસાહારી ખાદ્યપદાર્થોની માગ સાંજે વધુ હોય છે.

ગ્રાહકોને ફુડ પાર્સલ સુવિધાનો ટેકો
પાર્સલ આપવાની સુવિધાને લીધે હોટેલ વ્યવસાયિકોનો વીસથી ત્રીસ ટકા ધંધો થાય છે. જોકે એમાં પણ શાકાહારી વાનગીઓનો ઓર્ડર વધુ છે. ઉપરાંત ઉડિપી હોટેલોમાં કર્મચારીઓની મોટા પ્રમાણમાં અછત ઊભી થઈ છે. અનેક જણ લોકડાઉનમાં પોતાના ગામ જતા રહ્યા છે. તેથી આ હોટેલ્સમાં મનુષ્યબળની અડચણ છે. કોરોનાના સંક્રમણની ત્રીજી લહેરમાં દર્દીઓની સંખ્યા કેવી રીતે વધશે એની કોઈ ખાતરી ન હોવાથી ગામ ગયેલા લોકોને હોટેલ માલિકોએ હજી પાછા બોલાવ્યા નથી.

અન્ય સમાચારો પણ છે...