તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઇફેક્ટ:કોરોનાકાળમાં નોકરી ગુમાવતાં રિક્ષા અને ટેક્સીનાં લાઈસંસની માગ વધી

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એપ્રિલ 2020થી મે 2021 દરમિયાન ચાર આરટીઓમાં 3077 લાઈસંસ જારી કરવામાં આવ્યાં

કોરોનાના સમયમાં રિક્ષા-ટેક્સી ચાલકોની આવક ઓછી થઈ છે છતાં આ સમયમાં નોકરી ગુમાવી હોવાથી અનેક જણે ગુજરાન માટે રિક્ષા-ટેક્સી ચલાવવાનો નિર્ણય લીધો છે. તેથી પ્રતિબંધો, લોકડાઉનના સમયમાં પણ આરટીઓ પાસે લાયસંસની માગણી સતત ચાલુ છે. એપ્રિલ 2020થી મે 2021 સુધી મુંબઈના ચાર આરટીઓ મળીને 3077 રિક્ષા-ટેક્સીના લાયસંસ જારી કરવામાં આવ્યાની માહિતી અધિકારીઓએ આપી હતી.

માર્ચ 2020થી લોકડાઉન લાગુ થયો. લોકલ, બેસ્ટ, એસટીના પ્રવાસ પર પ્રતિબંધ મૂકાયા. એ સાથે જ મુંબઈ મહાનગરમાં દોડતી રિક્ષા, ટેક્સીમાં પ્રવાસ પર મર્યાદાઓ મૂકવામાં આવી. એક ટેક્સીમાં ફક્ત બે જણ અને રિક્ષામાં ફક્ત એક જણને પ્રવાસ કરવાની છૂટ આપવામાં આવી. પણ કોરોનાના ડરથી રિક્ષા, ટેક્સીમાં બેસવા અનેક જણના મનમાં ડર હતો. જોકે પ્રતિબંધો હળવા થતા જ ફરીથી સેવા પૂર્વવત થઈ અને થોડો પ્રતિસાદ મળવો શરૂ થયો. આ જ સમયગાળામાં વ્યવસાય ઓછો થવાથી કામદાર વર્ગ, તેમ જ ખાનગી કાર્યાલયોના કર્મચારીઓ પર કપાત મૂકાવાથી કેટલાક જણે શાકભાજી અને ફળો વેચવાનું તથા અન્ય નાના વ્યવસાય કરવાનું શરૂ કર્યું. એમાં રિક્ષા-ટેક્સી ચલાવવાનું અનેક જણે નક્કી કર્યું.

2019-20ની સરખામણીએ રિક્ષા-ટેક્સી લેવાનું પ્રમાણ ઓછું છે છતાં ઘણાં જણે નાછૂટકે અને ગુજરાન ચલાવવા રિક્ષા-ટેક્સી ચલાવવી પડી. એપ્રિલ 2020થી મે 2021 સુધી મુંબઈના ચાર આરટીઓ મળીને 3077 રિક્ષા-ટેક્સીના લાયસંસ લીધા હોવાની માહિતી આરટીઓ તરફથી આપવામાં આવી હતી. એમાં અંધેરી આરટીઓમાં આ વખતે 1041 રિક્ષા, બોરીવલી આરટીઓમાં 793 રિક્ષા લાયસંસ જારી કરવામાં આવ્યાની નોંધ છે.

ટેક્સીના લાયસંસનું પ્રમાણ ઓછું
જે કામદારો, કર્મચારીઓએ કોરોનાના સમયમાં નોકરી ગુમાવી તેમણે ગુજરાન માટે રિક્ષા-ટેક્સી ચલાવી. એમાં જે ખાનગી કંપનીઓમાં ડ્રાઈવર તરીકે હતા એવા કર્મચારીઓએ આ વાહનો લીધા એમ મુંબઈ ઓટોરિક્ષા ટેક્સીમેન્સ યુનિયનના અધ્યક્ષ શશાંક રાવે જણાવ્યું હતું. નોકરી ગુમાવનારાઓએ ટેક્સીના લાયસંસ લીધા પણ એનું પ્રમાણ ઓછું હોવાની માહિતી મુંબઈ ટેક્સીમેન્સ યુનિયનના મહાસચિવ એ.એલ.ક્વોડ્રોસે આપી હતી.

અન્ય સમાચારો પણ છે...