માંગ:સાકીનાકા કાંડમાં સરકારી વકીલ બદલવા માંગ કરાઈ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અનુ. જાતિનો વકીલ નીમવા મૃતકની માતાનો પત્ર

સાકીનાકામાં ખૈરાની રોડ પર 34 વર્ષીય મહિલા સાથે દુષ્કર્મ બાદ ક્રૂર હત્યાનો કેસ ચલાવવા માટે રાજ્ય સરકારે એડવોકેટ રાજા ઠાકરેને વિશેષ સરકારી વકીલ તરીકે નિયુક્ત કર્યા તેની સામે હવે મૃતકની માતાએ વાંધો ઉઠાવ્યો છે. તેમણે મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે, ઉપ મુખ્ય મંત્રી અજિત પવાર અને ગૃહમંત્રી દિલીપ વલસે પાટીલને પત્ર લખીને વકીલ બદલવા માગણી કરી છે. નોંધનીય છે કે 10 સપ્ટેમ્બરે ગણેશચતુર્થીની પરોઢિયે આરોપી મોહન ચૌહાણે મહિલા સાથે ક્રૂર અત્યાચાર કર્યા હતા. બીજા દિવસે તેનું મૃત્યુ થયું હતું.

દેશભરમાં તેના પડઘા પડ્યા પછી સરકારે સૌથી ઉત્તમ સરકારી વકીલમાંથી રાજા ઠાકુરની નિયુક્તિ કરીને કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાના નિર્દેશ આપ્યા હતા. મૃતક વિશેષ સમાજની હોવાથી આરોપી સામે એટ્રોસિટી એક્ટની કલમ પણ લાગુ કરવામાં આવી છે.

હવે મૃતકની માતાએ ઠાકરેને બદલે અનુસૂચિત જાતિ- જમાતી અત્યાચાર પ્રતિબંધક સંબંધના કેસ ચલાવનારા અનુભવી વકીલ એડવોકેટ નીતિન સાતપુતેની સરકારી વકીલ તરીકે નિયુક્તિ કરાની માગણી કરી છે. દરમિયાન ભીમ આર્મીએ પણ ઠાકરેને પત્ર લખીને સરકારી વકીલ બદલવાની માગણી કરી છે. બે વર્ષ પૂર્વે ડો. પાયલ તડવીની મેડિકલ કોલેજમાં રેગિંગને કારણે આત્મહત્યા પ્રકરણે એટ્રોસિટી અંતર્ગત કેસ ચલાવ્યો હતો, જેમાં એડ. રાજા ઠાકરેને રખાયા હતા.

અન્ય સમાચારો પણ છે...