રજૂઆત:સહાયકના આત્મહત્યા કેસમાં સંડોવાયેલા મંત્રીને હટાવવા માગ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મંત્રીના અંગત સહાયકે વિડિયો પર આરોપ કરીને આત્મહત્યા કરી હતી

રાજ્યમાં મહિલાઓ પર અત્યાચાર, ભ્રષ્ટાચાર, છેડતી, વસૂલાત અને ભ્રષ્ટાચારના આરોપોમાં તમામ હદો વટાવી દેનારી નગર જિલ્લામાં વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. રાજ્યના જળ સંરક્ષણ મંત્રી શંકરરાવ ગડાખના અંગત મદદનીશ તરીકે કામ કરતા પ્રતિક કાળે નામના યુવકે ગડાખ પર આરોપ લગાવતો વીડિયો જાહેર કરીને આત્મહત્યા કરી હતી. ઠાકરે સરકારની સત્તાની મસ્તીનો આ વધુ એક નમૂનો નજર સમક્ષ આવ્યો હોઈ આ પ્રકરણની નિષ્પક્ષ તપાસ થવી જોઇએ અને એ માટે ગડાખને મંત્રીપદેથી દૂર કરવા જોઈએ, એવી માગણી ભાજપના મુખ્ય પ્રવક્તા કેશવ ઉપાધ્યેએ બુધવારે કરી હતી.

ગયા અઠવાડિયે પ્રતિક કાળેની આત્મહત્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો ત્યારથી નગર જિલ્લામાં હડકંપ મચી ગયો છે. 27 વર્ષીય યુવકે ગળું દબાવીને આત્મહત્યા કરી હતી. તેમણે કહ્યું કે પ્રતિક કાળે દ્વારા મંત્રી શંકરરાવ ગડાખ અને અન્ય ઘણા લોકોના નામ સાથે બનાવેલા મૃત્યુ પહેલાના વીડિયોની તપાસ થવી જોઈએ કારણ કે તે તેમનું મૃત્યુ પહેલાની જુબાની હતી, માટે આ દિશામાં તપાસ થવી જોઈએ અને શંકરરાવ ગડાખ સત્તા પર હોય તો દબાણ આવી શકે માટે મુખ્યમંત્રીએ પહેલા તો એમને પદ પરથી હટાવવા જોઈએ એમ ઉપાદ્યેએ કહ્યું છે. આ પૂર્વે પણ ઠાકરેની કેબિનેટમાં શિવસેનાના મંત્રીએ એક યુવતીની આત્મહત્યાને લઈને રાજીનામું આપવું પડ્યું હતું. મહિલાઓ પર અત્યાચારના મામલામાં મંત્રીઓના નામ હોવા મહારાષ્ટ્ર માટે શરમજનક છે.

સત્તાના મદમાં મંત્રીઓએ નૈતિકતા સાવ કોરાણે મૂકી છે એવું સ્પષ્ટ ભાસે છે.આવા મંત્રીઓને છાવરવામાં આવતા હોવાથી લોકોને લાગે છે કે સરકાર અત્યાચારમાં સંડોવાયેલાઓને આશીર્વાદ આપી રહી છે. બળાત્કારના કેસમાં પીડિતાએ આરોપ કર્યા પછી પણ સત્તારૂઢ પક્ષનો એક પદાધિકારી સરકારી પીઠબળ ના જોરે ઉઘાડે માથે ફરી રહ્યો છે એવા સમયે ગડાખ પર પણ આત્મહત્યા માટે ઉશ્કેર્યા હોવાનો આરોપ થયો હોવાથી સરકારની નૈતિકતાના ફુરચા ઊડી ગયા હોવાનું ઉપાધ્યેએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...