માંગ:આરોગ્ય ક્ષેત્રે ચાલતા કટ પ્રેક્ટિસ ‘ઓપરેશન’ને તાત્કાલીક રોકવા માંગ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમિતિએ પાંચ વર્ષ પૂર્વે અહેવાલ સુપરત કરી દીધો હોવા છતાં હજુ સુધી કોઈ પગલાં લેવાયાં નથી

આરોગ્ય ક્ષેત્રમાં ડોક્ટરો અને હોસ્પિટલો જરૂરી નહીં હોવા છતાં દર્દીઓની નિઃસહાયતાનો ગેરફાયદો લઈને તબીબી તપાસ- પરીક્ષણો કરવા માટે કહે છે. વિશિષ્ટ દવાઓ લેવા માટે વિશિષ્ટ મેડિકલ સ્ટોરમાં મોકલવામાં આવે છે. આ થકી ટકાવારીમાં મળતી લાંચ કમિશનના સ્વરૂપમાં સ્વીકારવામાં આવે છે. આવી કટ પ્રેકટિસ રાજ્યમાં મોટે પાયે ચાલુ છે. આ ગેરરીતિ વિરુદ્ધ કાયદો કરવા 27 જુલાઈ, 2017ના રોજ સરકારે નિષ્ણાતોની સમિતિ નીમી હતી.

આ સમિતિએ કાયદાનો મુસદ્દો તૈયાર કરીને આપ્યો, પરંતુ તે પછી પાંચ વર્ષ વીતી જવા છતાં તેની પર કોઈ કાર્યવાહી કરાઈ નથી. કોરોનાકાળમાં તો ડોક્ટરો, પેથોલોજી લેબ અને હોસ્પિટલોએ મોટે પાયે દર્દીઓને લૂંટ્યા હતા. આ પ્રકરણ અત્યંત સંવેદનશીલ હોવા છતાં ડોક્ટરોની આ કટ પ્રેક્ટિસનું ઓપરેશન સરકાર ક્યારે કરશે, એવો પ્રશ્ન હિંદુ વિધીજ્ઞ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ અધિવક્તા વીરેન્દ્ર ઈચરકરંજીકરે કર્યો છે. આ અંગે પરિષદ દ્વારા મુખ્ય મંત્રી, આરોગ્ય મંત્રી, આરોગ્ય સચિવ, તબીબી શિક્ષણ અને ઔષધિ દ્રવ્ય મંત્રી અને વિભાગના સચિવને વિગતવાર માહિતી આપતું નિવેદન મોકલ્યું છે.

નિવૃત્ત પોલીસ ડીજીપી પ્રવીણ દીક્ષિત, ડો. અવિનાશ તુપે, ડો. સંજય ઓક, ડો. અભય ચૌધરી વગેરેની સમિતિએ બનાવેલો મહારાષ્ટ્ર પ્રિવેન્શન ઓફ કટ પ્રેક્ટિસ કાયદો 2017નો મુસદ્દો 29 સપ્ટેમ્બર, 2017ના રોજ તબીબી શિક્ષણ સંચાલકે સંચાલનાલયની વેબસાઈટની લોકોના વાંધા અને સૂચનો મગાવવા માટે મૂક્યો હતો. આ સંબંધમાં અમે માહિતી અધિકાર હેઠળ પૂછતાં કાયદાનો મુસદ્દો નિષ્ણાત સમિતિએ અમને હજુ આપ્યો નથી.

મુસદ્દામાં અનેક ત્રુટિઓ
સમિતિએ વેબસાઈટ પર મૂકેલા કાયદાના મુસદ્દામાં અનેક ત્રુટિઓ હોઈ આ કાયદો કટ પ્રેકટિસ રોકવા માટે છે કે અધિકૃતકરવા માટે છે અથવા છટકબારીનો હાઈવે બનાવવા માટે છે. આ કાયદા મુજબ ફક્ત નાની માછલીઓને પકડવાની જોગવાઈ છે.

જોકે દવા ઉત્પાદક આસ્થાપના અને હોસ્પિટલો જેવાં મોટાં માછલાંને છૂટ આપવામાં આવી છે. આ પ્રકરણમાં ફરિયાદ ખોટી હોય અથવા ડોક્ટરની બદનામી થવા પર પ્રથમ તબક્કામાં ફરિયાદી દર્દી પાસેથી નુકસાન ભરપાઈ લેવાની જોગવાઈ રાખવામાં આવી છે. આવું કોઈ કાયદામાં હોતું નથી. આથી ચોર છોડીને સંન્યાસીને ફાંસી જેવો આ ઘાટ છે. આ બધું બદલવું જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...