તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માગણી:હોટેલ વ્યવસાયનો સમય વધારી આપવાની માગણી

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જબરદસ્ત ફટકો પડ્યો હોવાથી મુંબઈમાં 40 ટકા રેસ્ટોરંટ્સ બંધ થઈ

ગયા વર્ષે કોરોનાની પહેલી લહેર અને હવે બીજી લહેરના પ્રતિબંધોમાં હોટેલ અને રેસ્ટોરંટ્સ ક્ષેત્રને જબરદસ્ત નુકસાન થયું છે. એકલા મુંબઈમાં જ 40 ટકા રેસ્ટોરંટ્સ બંધ થઈ છે. તેથી હવે વ્યવસાયને વધારવા માટે હોટેલો તેમ જ રેસ્ટોરંટ્સનો વ્યવસાય માટે સમય વધારી આપવાની માગણી હોટેલ વ્યવસાયિકોએ રાજ્ય સરકાર પાસે કરી છે.

મુંબઈ શહેર અને ઉપનગરોમાં લગભગ 75,000 નાનીમોટી રેસ્ટોરંટ્સ છે. 5000 મોટી હોટેલ છે. 75,000માંથી 40 ટકા એટલે કે 30,000 રેસ્ટોર્ંટસ, ધાબાઓ ગયા વખતના લોકડાઉન અને અત્યારના પ્રતિબંધોથી બંધ પડ્યા છે. રેસ્ટોરંટ્સના ઓછામાં ઓછા 3 લાખ કર્મચારીઓ, વેઈટર બેરોજગાર થયા છે. એ પછી બાકીની હોટેલ અને રેસ્ટોરંટ્સ હિંમતથી ઊભા રહેવાનો પ્રયત્ન કરી રહી છે. પણ એના માટે વ્યવસાય કરવાનો સમય વધારી આપવાની ખૂબ જરૂર છે એમ હોટેલ વ્યવસાયિકોનું જણાવવું છે.

આ બાબતે હોટેલ એન્ડ રેસ્ટોરંટ્સ એસોસિએશન ઓફ વેસ્ટર્ન ઈંડિયાના અધ્યક્ષ શેરી ભાટિયાએ જણાવ્યું કે હોટેલ ક્ષેત્ર પૂર્ણપણે કરજના ડુંગર હેઠળ છે. હોટેલ અને રેસ્ટોરંટ્સ ફરીથી શરૂ કરવા માટે અને પુનર્જિવિત કરવા ઉદ્યોગમાં સ્થિરતા હોવી જરૂરી છે. રેસ્ટોરંટ્સને અત્યારે સવારના 11 થી બપોરના 4 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે. એ કંઈ જ ઉપયોગી નથી.

હોટેલ ઉદ્યોગ સંકટમાં
મુંબઈમાં હોટેલ ઉદ્યોગ લોકડાઉનના કારણે માર્ચ 2020થી લગભગ બંધ જ છે. આ 15 મહિનામાં પ્રતિબંધો સહિત ચારથી પાંચ મહિનાના અલ્પ સમય માટે રેસ્ટોરંટ્સને ખોલવાની પરવાનગી આપવામાં આવી હતી. પણ અન્ય કોઈ સવલતો ન મળવાથી રાજ્યની લગભગ 2,10,000 રેસ્ટોરંટ્સ અને 10,500 હોટેલ્સ સંકટમાં છે એમ વ્યવસાયિકોનું જણાવવું છે.

અન્ય સમાચારો પણ છે...