તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Mumbai
  • Demand For Closure Of Malls Till Fire Prevention System Is Not Operational, Fire Brigade Has Issued Notices To 29 Malls But All These Malls Are Open.

માંગ:અગ્નિપ્રતિબંધક યંત્રણા કાર્યરત નથી ત્યાં સુધી મોલ્સ બંધની માગ, અગ્નિશમન દળે 29 મોલને નોટિસ બજાવી છે છતાં આ બધા મોલ ચાલુ છે

મુંબઈ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

અગ્નિશમન દળે 29 મોલને નોટિસ બજાવી છે છતાં આ બધા મોલ ચાલુ છે. જ્યાં સુધી ત્યાં અગ્નિપ્રતિબંધક યંત્રણા કાર્યરત થતી નથી ત્યાં સુધી આ મોલ્સ બંધ રાખવા એવી માગણી સ્થાયી સમિતિ સભ્યોએ કરી હતી. નાગપાડાના સિટી સેંટર મોલની આગને એક મહિનો વીત્યો છતાં આ મોલ પર હજી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. એના પરથી સ્થાયી સમિતિની બેઠકમાં ફરીથી ધાંધલ મચી હતી. છેલ્લી ત્રણ બેઠકોમાં આ મુદ્દો ગાજી રહ્યો છે. એ પછી અગ્નિશમન દળે મુંબઈના 75 મોલની તપાસણી કરીને 29 મોલને અગ્નિરોધક યંત્રણા ન હોવા માટે નોટિસ બજાવી હતી.

30 દિવસમાં અગ્નિરોધક યંત્રણા લગાડવા માટે મુદત આપવામાં આવી. એના પરથી સ્થાયી સમિતિમાં સભ્યોએ વાંધો ઉઠાવ્યો હતો. જે મોલને 30 દિવસની નોટિસ આપી છે તે તમામ મોલને તાળા મારો એવી માગણી વિરોધ પક્ષ નેતા રવિ રાજાએ કરી હતી. મોલમાં અગ્નિરોધક યંત્રણા લગાડવા માટે મુદત આપીને મોલ ચાલુ રાખવાની પરવાનગી કેવી રીતે આપો છે. આ સમયમાં કોઈ દુર્ઘટના બની તો એના માટે અગ્નિશમન દળના અધિકારીઓ જવાબદાર રહેશે કે એવો પ્રશ્ન તેમણે કર્યો હતો.

આ મુદત આપવી એટલે મુંબઈગરાઓના જીવ સાથે રમત રમવા જેવું છે એવો મત તેમણે વ્યક્ત કર્યો હતો. નોટિસ આપી છે એવા મોલની બહાર મોલમાં અગ્નિરોધક યંત્રણા ચાલુ નથી એવું પાટિયું લગાડો એવી માગણી કોંગ્રેસના નગરસેવક આસિફ ઝકરિયાએ કરી હતી. જે 29 મોલને નોટિસ આપી છે તેમણે અગ્નિરોધક યંત્રણા લગાડી કે નહીં એ બાબતની માહિતી વહેલાસર રજૂ કરશું એવું આશ્વાસન અતિરિક્ત આયુક્તે આપ્યું હતું.

અધ્યક્ષના નામે નોટિસ
અગ્નિશમન દળે વરલીના એટ્રિયા મોલને સ્થાયી સમિતિના અધ્યક્ષના નામથી નોટિસ મોકલી હોવાની માહિતી અધ્યક્ષ યશવંત જાધવે આપી હતી. લોકપ્રતિનિધીઓના નામથી નોટિસ આપનાર અધિકારી પર કાર્યવાહી કરો એવી માગણી બધા જ પક્ષના લોકપ્રતિનિધીઓએ કરી હતી. આ બાબતે સંબંધિત અધિકારી પાસેથી સ્પષ્ટીકરણ માગવાનું આશ્વાસન અતિરિક્ત આયુક્ત પી. વેલરાસુએ આપ્યું હતું.

શરૂ કરવા દબાણ
સિટી સેંટર મોલમાં મોટા પ્રમાણમાં અનધિકૃત બાંધકામો છે ત્યારે આ મોલ બે દિવસમાં ચાલુ કરવા માટે કેટલાક રાજકીય પક્ષોના લોકપ્રતિનિધીઓ દબાણ કરી રહ્યા હોવાનો આરોપ સમાજવાદી પક્ષના જૂથનેતા રઈસ શેખે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...