તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગણી:બ્લેક ફંગસની સારવાર માટે એન્ટીફંગલ ઈન્જેકશનની માગ

મુંબઈ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમિતિના માધ્યમથી ખાનગી - સરકારી હોસ્પિટલોને ઈંજેકશનનું વિતરણ

મ્યુકરમાઈકોસિસના દર્દીઓ દિવસે દિવસે વધી રહી છે. આ રોગ માટે એન્ટિફંગલ તરીકે આપવા પડતા એમ્પોટેરેસિન-બી ઈંજેક્શનની માગ પણ મોટા પ્રમાણમાં વધી છે. મુંબઈમાં મ્યુકરમાઈકોસિસના લગભગ 400 દર્દીઓ અત્યારે છે. આ દર્દીઓને જરૂરિયાત અનુસાર ઉપલબ્ધ એમ્પોટેરેસિન-બી ઈંજેક્શનનો પુરવઠો કરવા માટે મુંબઈ મહાપાલિકાએ કેઈએમ હોસ્પિટલના ડીન ડો. હેમંત દેશમુખની અધ્યક્ષતા હેઠળ સમિતિની સ્થાપના કરી છે.

આ સમિતિના માધ્યમથી ખાનગી અને સરકારી હોસ્પિટલોને ઈંજેકશનનું વિતરણ કરવામાં આવે છે. મ્યુકરમાઈકોસિસના દર્દીઓની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. એન્ટિફંગલ તરીકે આપવા પડતા એમ્પોટેરેસિન-બી ઈંજેક્શનની માગ મોટા પ્રમાણમાં વધી છે. પણ એની સરખામણીએ ઉપલબ્ધતા ન હોવાથી આ ઈંજેક્શનના કાળાબજાર ન થાય એ માટે વિતરણની જવાબદારી મહાપાલિકાએ આ સમિતિને સોંપી છે.

યોગ્ય દર્દીઓને અને સરખા ભાગે ઈંજેક્શનનો પુરવઠો કરવા આ સમિતિ છે. એના માટે નોડલ અધિકારી નિયુક્ત કર્યો છે. મ્યુકરમાઈકોસિસના દરેક દર્દીને લાઈપોઝલ એમ્પોટેરેસિન-બી આપવાની જરૂર હોય છે એવું નથી. યુવા વર્ગના દર્દીઓને એના વિકલ્પ તરીકે બીજા એમ્પોટેરેસિન આપવામાં આવે તો પણ ચાલે. મહાપાલિકાએ ડેશબોર્ડ તૈયાર કર્યું છે. જેમ જેમ દર્દીઓનું નિદાન થાય તેમ તેમ એની માહિતી નોંધી અપડેટ કરવામાં આવે છે.

ખાતરી કરીને વિતરણ
સ્ટોક ઓછો હોવાથી હોસ્પિટલોમાં રોગની તીવ્રતા અનુસાર વધુ જરૂર કયા દર્દીને છે એ પણ ચકાસવામાં આવે છે અને પછી વિતરણ કરવામાં આવે છે. અત્યારે મુંબઈમાં લગભગ 400 દર્દીઓ છે. દરેકને રોજના 6 પ્રમાણ 2400 ઈંજેક્શનની જરૂર છે. પણ ઘણી વખત બધાને આપવું પડતું નથી. જેમ જેમ ઈંજેક્શન ઉપલબ્ધ થાય તેમ તેમ વિતરણ કરવામાં આવે છે. જૂનના પ્રથમ અઠવાડિયામાં વધુ ઈંજેક્શન ઉપલબ્ધ થશે એમ ડો. દેશમુખે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...