તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Mumbai
  • Delta Plus Raises Head In State, Death Toll Rises To 5, Two Of The Dead Taking Both Doses Of Covishield

કોરોના અપડેટ:રાજ્યમાં ડેલ્ટા પ્લસે માથું ઊંચક્યું, મરણાંક 5 થયો, મૃતકમાં બે જણે કોવિશિલ્ડના બંને ડોઝ લીધા હતા

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

રાજ્યમાં કોવિડની બીજી લહેર અંકુશમાં આવી છે અને મુંબઈમાં કન્ટેનમેન્ટ ઝોન શૂન્ય પર આવી ગયા છે ત્યારે ડેલ્ટા પ્લસ વેરિયન્ટે ચિંતા વધારી છે. આ નવા પ્રકારથી રાજ્યમાં કુલ 66 દર્દી નોંધાયા છે, જેમાંથી પાંચ જણનાં મોત થયાં છે. આમાં 3 પુરુષ અને 2 સ્ત્રીનો સમાવેશ થાય છે. વળી, મૃતકમાંથી બે જણે કોવિશિલ્ડના બંને ડોઝ લીધા હોવા છતાં તેમનું આ રોગ લાગુ થઈને મોત થયું છે. બે મોત રત્નાગિરિમાં તથા મુંબઈ, બીડ, રાયગડમાં એક-એક મોત થયાં છે.

મૃતક પાંચેય 65 વર્ષથી વધુ ઉંમરના હતા અને તેમને અતિજોખમી અન્ય બીમારીઓ પણ હતી, એમ આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.રાજ્યમાં એપ્રિલમાં ડેલ્ટા પ્લસનો પ્રથમ દર્દી મળી આવ્યો હતો. જૂન સુધી કુલ 21 દર્દી નોંધાયા હતા. જુલાઈમાં એ વેરિયન્ટની દર્દીઓની સંખ્યા શૂન્ય થઈ ગઈ હતી. જોકે ઓગસ્ટમાં ફરીથી માથું ઊંચક્યું છે. આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ જણાવ્યું કે આ નવો વાઈરસ પોતાની જનુકીય રચના બદલતો રહે છે. આ વાઈરસનો નૈસર્ગિક જીવનક્રમનો ભાગ છે. આથી જનતાએ ભયભીત નહીં થવું જોઈએ, પરંતુ કોવિડ માટે લેવાય તેવી જ કાળજી લેવી જોઈએ.

આ સર્વ દર્દીમાંથી 31 લક્ષણરહિત છે. 10 જણે બંને ડોઝ લીધા છે. 8 જણે એક ડોઝ લીધો છે. બે જણે કોવેક્સિન અને અન્યોએ કોવિશિલ્ડ લીધી છે.ક્યાં કેટલા દર્દીઓ છે : ઓગસ્ટમાં આ વેરિયન્ટે ફરીથી માથું ઊંચક્યું છે. 13 ઓગસ્ટની આંકડાવારી અનુસાર જલગામમાં સૌથી વધુ 13, રત્નાગિરિમાં 12 દર્દી છે, મુંબઈમાં 11 દર્દી નોંધાયા છે.

થાણે, પુણેમાં 6-6 દર્દી છે. પાલઘર- રાયગડમાં પ્રત્યેકી 3 દર્દી છે, નાંદેડ, ગોંદિયામાં પ્રત્યેકી 2, ચંદ્રપુર, અકોલા, સિંધુદુર્ગ, સાંગલી, નંદુરબાર, ઔરંગાબાદ, કોલ્હાપુર, બીડમાં પ્રત્યેકી 1 દર્દી છે. કુલ 66 દર્દીમાં 34 સ્ત્રી અને 32 પુરુષનો સમાવેશ થાય છે. 19-45 વયવર્ષના 33, 46-60 વયવર્ષના 18 અને 18થી નીચે 7 અને 60થી વધુ 8 દર્દી છે.

અન્ય સમાચારો પણ છે...