તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આરોગ્ય વિભાગની ચિંતા વધી:રાજ્યમાં રસી લીધા પછી પણ 35 નાગરિકોને ડેલ્ટા પ્લસની બાધા

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યમાં કુલ 103 નાગરિકો ડેલ્ટા પ્લસથી પીડિત છે

કોરોના અને તેના વિવિધ પ્રકાર સતત ચિંતા વધારી રહ્યા છે. મુંબઈ સહિત રાજ્યમાં બીજી લહેર અંકુશમાં આવી છે, પરંતુ બીજી બાજુ ડેલ્ટા પ્લસ વાઈરસે માઝા મૂકી છે. હવે આ પ્રકારના કેસ વધી રહ્યા છે. આટલું જ નહીં, રાજ્યમાં 35 નાગરિકોને રસી લીધા પછી આ વાઈરસ લાગુ થયો છે, જેને લઈને આરોગ્ય વિભાગની ચિંતા વધી છે.

રાજ્યમાં રસી લીધી હોય તેવા કુલ 35 નાગરિકોને ડેલ્ટા પ્લસ લાગુ થયો છે. આમાંથી 17 નાગરિકોએ રસીના બંને ડોઝ લીધા છે, જ્યારે 18 નાગરિકોએ એક ડોઝ લીધો છે. રાજ્યના જાહેર આરોગ્ય વિભાગના અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે.રાજ્યમાં હમણાં સુધી 103 નાગરિકોને ડેલ્ટા પ્લસ વાઈરસની બાધા થઈ છે. આમાંથી 17 નાગરિકોએ રસીના બંને ડોઝ લીધા છે અને 18 નાગરિકોએ ફક્ત એક ડોઝ લીધો છે. રસીકરણ થયું છે તેમાંથી 7 નાગરિકો કોવેક્સિન રસી લીધી છે, જ્યારે બાકી 28 નાગરિકોએ કોવિશિલ્ડની રસી લીધી છે.

સર્વ દર્દીમાંથી49 દર્દી લક્ષણરહિત અથવા સૌમ્ય લક્ષણો ધરાવે છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવાની આવશ્યકતા પડી નથી. 103 દર્દીમાંથી 98 દર્દી કોવિડની બીમારીમાંથી સાજા થયા છે. રાજ્યમાં હમણાં સુધી મળી આવેલા 103 ડેલ્ટા પ્લસના દર્દીમાંથી 56 પુરુષ અને 47 સ્ત્રીઓ છે.

પાંચ દર્દીનાં મૃત્યુ
103 દર્દીમાંથી 5 દર્દીનાં મોત થયાં છે, જેમાં3 પુરુષ અને 2 સ્ત્રી દર્દીઓનો સમાવેશ થાય છે. 2 મૃત્યુ રત્નાગિરિ જિલ્લામાં, જ્યારે પ્રત્યેકી 1 મૃત્યુ બીડ, મુંબઈ, રાયગડમાં થયાં છે. મૃત્યુ થયેલા પાંચેય દર્દીની ઉંમર 65 વર્ષથી વધુ હોઈ તે બધાને અતિજોખમી બીમારીઓ અગાઉથી હતી. આ પાંચમાંથી બે દર્દીએ કોવિશિલ્ડના બંને ડોઝ લીધા હતા, જ્યારે ત્રણ દર્દીઓ રસી લીધી નહોતી.

અન્ય સમાચારો પણ છે...