તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અભ્યાસ:રસી નહીં લેતાં રાજ્યમાં 21 જણને ડેલ્ટા પ્લસ રોગ લાગુ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 21 દર્દીઓ પર સઘન અભ્યાસ ચાલી રહ્યો છે

કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિયેન્ટના સંક્રમણ થયેલા 21 દર્દીઓ મહારાષ્ટ્રમાં મળ્યા છે. આ દર્દીઓનું રસીકરણ ન થયું હોવાથી ડેલ્ટા પ્લસ વેરિયેન્ટનું સંક્રમણ થયા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્ર આરોગ્ય વિભાગના અધિકારી ડો. પ્રદીપ અવાતે આ દર્દીઓની પ્રાથમિક માહિતી ભેગી કરી રહ્યા છે.

રાજ્યમાં ડેલ્ટા પ્લસ વેરિયેન્ટના દર્દીઓ મળવાથી આરોગ્ય યંત્રણા સતર્ક થઈ છે. અત્યારે આ 21 દર્દીઓની માહિતી આરોગ્ય વિભાગ તરફથી લેવામાં આવી રહી છે. એમાં આ દર્દીઓનું રસીકરણ ન થયું હોવાની માહિતી પ્રકાશમાં આવી છે. તેમ જ એમાંથી 3 દર્દીઓની ઉંમર 18 વર્ષથી ઓછી હોવાથી એ રસીકરણ માટે પાત્ર નથી.

ડેલ્ટા પ્લસના દર્દીઓ મળ્યા એ જિલ્લાઓમાં રસીકરણ ઝુંબેશ મોટા પ્રમાણમાં ચલાવવાની સૂચના આપવામાં આવી છે.રાષ્ટ્રીય આરોગ્ય વિભાગના આયુક્ત એન. રામાસ્વામીએ આપેલી માહિતી અનુસાર જે પાંચ જિલ્લાઓમાં ડેલ્ટા પ્લસ વેરિયેન્ટના દર્દીઓ મળ્યા છે.

ડેલ્ટા પ્લસ વેરિયેન્ટ શું છે?
ડેલ્ટા પ્લસ વેરિયેન્ટ કોરોનાના વાયરસનું બદલાયેલું સ્વરૂપ છે. આ સ્વરૂપ રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરનું કારણ બને એવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. ભારતમાં કોરોનાની બીજી લહેર નિર્માણ થવાનું કારણ ડેલ્ટા પ્લસ વેરિયેન્ટ હતું. આ ડેલ્ટા સૌ પ્રથમ ભારતમાં મળ્યો હતો. આ ડેલ્ટા બી1.617.2 મ્યુટેશન છે.

અન્ય સમાચારો પણ છે...