તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
લગભગ બે વર્ષ પહેલાં વર્કઓર્ડર કાઢવામાં આવ્યા છતાં સમયસર કામ શરૂ ન થવાથી વરલી, પરેલ, વડાલા, સાયન ખાતેના ફ્લાયઓવર, રેલવે પરના પુલોના રિપેરીંગ ખર્ચમાં રૂ. 10 કરોડનો વધારો થયો છે. કોરોનાને કારણે આવકમાં ઘટાડો થયો છે ત્યારે આવા સમયે મહાપાલિકાએ રૂ. 10 કરોડનો વધારાનો ભાર ઉચકવો પડશે. આ કામોનો ખર્ચ રૂ. 17,26,00,000થી વધીને રૂ. 27,00,00,000 થયો છે.
મહાપાલિકાના પુલ વિભાગે મુંબઈના કેટલાક જૂના પુલોનું રિપેરીંગ શરૂ કર્યું હતું. એના માટે ફેબ્રુઆરી 2019માં વર્કઓર્ડર કાઢવામાં આવ્યો હતો. આ કામો માટે રૂ. 17,26,00,000 ખર્ચ કરવામાં આવનાર હતા. ચોમાસા સહિત 15 મહિનામાં આ કામો પૂરા કરવાની શરત ટેંડર પ્રક્રિયામાં હતી. દરમિયાનના સમયમાં માર્ચ 2019માં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પરિસરના હિમાલય પુલનો થોડો ભાગ તૂટી પડતા પુલના સ્ટ્રકચરલ ઓડિટ સર્વેક્ષણ પર પ્રશ્ન ઊભો થયો હતો. તેથી મુંબઈના તમામ પુલોનું ફરીથી સ્ટ્રકચરલ ઓડિટ કરવાનો આદેશ એ સમયે કમિશનરે આપ્યો હતો.
આ પુલોનું રિપેરીંગ કરવામાં આવશે
હિંદમાતા ફ્લાયઓવર, પ્રભાદેવી સ્ટેશન પુલ, હાજી અલી અંડરગ્રાઉન્ડ રોડ, લવગ્રોવ પમ્પિંગ ખાતેના નાળા પરનો પુલ, ક્લીવલેન્ડ બંદર ખાતેના નાળા પરનો પુલ, કોટનગ્રીન સ્ટેશન ખાતે ફૂટઓવર બ્રિજ, સાયન સ્ટેશન નજીક સ્કાયવોક, ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે ફ્લાયઓવર, કોટનગ્રીન સ્ટેશન સ્કાયવોક, પરેલ ટીટી ફ્લાયઓવર, આપ્પાસાહેબ મરાઠે ફૂટઓવર બ્રિજ
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.