તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:સ્ટેન સ્વામીના મૃત્યુ વિરૂદ્ધ એલ્ગાર કેસના આરોપીઓની ભૂખ હડતાળ

મુંબઈ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્ટેન સ્વામીના મૃત્યુને સંસ્થાકીય ગણાવ્યું

એલ્ગાર પરિષદ- માઓવાદી કડીના કેસમાં આરોપી સ્ટેન સ્વામીના મૃત્યુને સંસ્થાકીય હત્યા ગણાવીને આ પ્રકરણે દસ આરોપીઓએ બુધવારે તલોજા જેલમાં એક દિવસની ભૂખહડતાળ કરી હતી. આ પ્રકરણની તપાસ કરતી એનઆઈએના અધિકારી અને તલોજા જેલના ભૂતપૂર્વ એસપી સામે પગલાં લેવાની પણ તેમણે માગણી કરી હતી.

84 વર્ષીય સ્વામીની ઓક્ટોબર 2020માં રાંચીથી એનઆઈએ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેમની સામે કઠોર યુએપીએ કાયદો લગાવવામાં આવ્યો હતો અને નવી મુંબઈની તલોજા જેલમાં રાખવામાં આવ્યા હતા.આરોગ્યનાં કારણોસર તેમણે જામીન માટે અરજી કરી હતી. જોકે તે પૂર્વે જ સોમવારે મુંબઈની હોસ્પિટલમાં હૃદયના હુમલાથી તેમનું મોત થયું હતું. આ કેસ 31 ડિસેમ્બર, 2017ના રોજ પુણેમાં યોજાયેલી પરિષદનો છે, જેમાં પોલીસે દાવો કર્યો છે કે ઉશ્કેરણીજનક ભાષણો કરાતાં બીજા દિવસે કોરેગાવ- ભીમા યુદ્ધ સ્મારક નજીક ટોળું ભેગું થયું હતું અને હિંસા ફાટી નીકળી હતી. આ પરિષદ માઓવાદીઓ સાથે કડી ધરાવતા લોકોએ યોજી હતી એવો પોલીસનો આરોપ છે.

બેદરકાર જેલો, જુદી જુદી કોર્ટો અને બદઈરાદાભરી તપાસ સંસ્થાઓ સ્વામીના મૃત્યુ માટે કારણભૂત છે એમ આ કેસના અન્ય આરોપીઓનું કહેવું છે. તેમણે પોતાના પરિવારના સભ્યોને વિરોધ અંગે માહિતી આપી હતી, જેણે નિવેદન દ્વારા એનઆઈએ અને તલોજા જેલના ભૂતપૂર્વ એસપી કૌસ્તુભ કુર્લેકરને ફાધર સ્ટેન સ્વામીના મૃત્યુ માટે કારણભૂત ગણાવ્યા હતા. સ્ટેન સ્વામીની જેલની અંદર સતામણી કરાતી હતી. તેમને હોસ્પિટલમાંથી પાછા જેલમાં લવાતા હતા, તેમની તબીબી જરૂરતો પૂરી કરાતી નહોતી, એમ આરોપીઓએ જણાવ્યું હતું.

ત્રણ મહિલા આરોપી ભાયખલા જેલમાં
સ્વામીના પરિવારે તલોજા જેલના વહીવટીતંત્ર થકી મુખ્ય મંત્રી ઉદ્વવ ઠાકરેને પત્ર લખીને આ અંગે પગલાં લેવા માગણી કરાશે એમ જણાવ્યું હતું. જેલમાં આરોપીઓને અલગ અલગ બરાકમાં રાખવામાં આવ્યા છે. આમ છતાં મંગળવારે તેઓ ભેગા થયા હતા અને સ્વામીને શ્રદ્ધાંજલિ આપી હતી અને બે મિનિટ પાળ્યું હતું. આ પ્રકરણમાં સુધા ભારદ્વાજ, શોમા સેન અને જ્યોતિ જગતાપ સહિત ત્રણ મહિલા આરોપી ભાયખલા જેલમાં છે.

અન્ય સમાચારો પણ છે...