તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Mumbai
  • Decreased Revenue Due To Corona Hits Road Repairs, Rs 4,000 Crore Needed For Two Years Of Work But Treasury Emptied

મહાપાલિકાને મુશ્કેલી:કોરોનાને કારણે આવકમાં ઘટાડાથી રસ્તાઓના રિપેરીંગને ફટકો, બે વર્ષના કામ માટે 4000 કરોડ રૂપિયાની જરૂર પણ તિજોરી ખાલીખમ

મુંબઈ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોનાના સંક્રમણના કારણે વધેલો ખર્ચ અને આવકમાં થયેલા ઘટાડાનો મોટો ફટકો મુંબઈના રસ્તાઓના રિપેરીંગના કામને પડ્યો છે. છેલ્લા બે વર્ષમાં શરૂ થયેલા અને અત્યારે કરવામાં આવતા રસ્તાઓના રિપેરીંગના કામ પૂરા કરવા માટે મહાપાલિકાએ 4000 કરોડ રૂપિયાથી વધુ ભંડોળની જરૂર છે. તિજોરી ખાલીખમ હોવાથી મહાપાલિકા રસ્તાઓના કામ માટે ભંડોળ પૂરું પાડી શકી નથી. આમ છતાં મહાપાલિકા ચૂંટણીની પાર્શ્વભૂમિ પર નગરસેવકો પોતપોતાના વોર્ડમાં રસ્તાઓના રિપેરીંગ કામ કરવાનો આગ્રહ રાખી રહ્યા છે.

દર વર્ષે ચોમાસામાં પડતા ખાડાઓને કારણે રસ્તાઓની દુર્દશા થાય છે. ખાડાવાળા રસ્તાઓને લીધે રાહદારીઓ અને વાહનચાલકોએ સખત હેરાનગતિ ભોગવવી પડે છે. આ બાબત ધ્યાનમાં રાખીને દર વર્ષે ખાડાવાળા રસ્તાઓના રિપેરીંગના કામ મહાપાલિકાના રસ્તા વિભાગ મારફત કરવામાં આવે છે. કેટલાક રસ્તાઓનું કામ સેંટ્રલ યંત્રણા મારફત તો કેટલાક કામ વોર્ડ કાર્યાલયના સ્તરે કરવામાં આવે છે. છેલ્લા બે વર્ષમાં મહાપાલિકાએ રસ્તાઓના કામ મોટા પ્રમાણમાં શરૂ કર્યા હતા. જોકે મુંબઈમાં માર્ચ 2020માં કોરોનાનો પ્રથમ દર્દી મળતા તત્કાળ લોકડાઉન અને કર્ફ્યૂ લાગુ થયો. તેથી સંપૂર્ણ કારભાર ઠપ્પ થયો.

લોકડાઉનના કારણે આર્થિક ગણિત ખોરવાયું અને એની અસર મહાપાલિકાની આવક પર થઈ. એક તરફ ખર્ચ વધી રહ્યો છે ત્યારે બીજી તરફ આવક ઘટતી ગઈ. એનો ફટકો મહાપાલિકાના વિકાસકામોને પડ્યો છે. છેલ્લા બે વર્ષમાં મહાપાલિકાએ શરૂ કરેલા રસ્તાઓના રિપેરીંગ કામ માટે આજની તારીખે રૂ. 4163 કરોડની જરૂર છે.

પણ મોટા મહત્ત્વકાંક્ષી પ્રકલ્પ, વિકાસકામો, નાગરિક સુવિધાઓ સહિત કોરોના વિશેના કામ માટે ઘણાં રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે. એ જ સમયે વધેલો ખર્ચ અને આપવામાં આવતી સવલતોને લીધે મહાપાલિકાની તિજોરી પર બોજો વધ્યો છે. તેથી શરૂ કરેલા કામ માટે ભંડોળ ઉપલબ્ધ કરતા મહાપાલિકાને મુશ્કેલી ઊભી થઈ રહી છે.

ભંડોળની ઉપલબ્ધતા અશક્ય
મહાપાલિકાના 2021-22ના આર્થિક વર્ષના બજેટમાં રસ્તાઓના કામ માટે રૂ. 1260 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પણ હકીકતમાં રસ્તાઓના કામ માટે રૂ. 4163 કરોડની જરૂર છે એમ એકાઉન્ટ્સ વિભાગે પ્રશાસનને રજૂ કરેલા રિપોર્ટમાં નોંધ્યું છે. ચાલુ વર્ષની આર્થિક જોગવાઈ ધ્યાનમાં લેતા રૂ. 2903 કરોડની જરૂર છે. અત્યારની આર્થિક સ્થિતિ અને કોરોનાના કામ ધ્યાનમાં લેતા આટલું ભંડોળ રસ્તાઓના કામ માટે ઉપલબ્ધ કરવું પ્રશાસન માટે શક્ય નથી. મહાપાલિકાએ આગામી વર્ષના બજેટમાં રૂ. 1420 કરોડની જોગવાઈ કરવી પડશે.

નગરસેવકોની સતત માગણી
નગરસેવકો દ્વારા રસ્તાઓના રિપેરીંગની સતત માગણી થઈ રહી છે. આ માગણી પૂરી કરવા માટે રસ્તાઓના રિપેરીંગના કામ માટે 2000 કરોડ રૂપિયાના કામ માટે ટેંડર મગાવવાની હઠ નગરસેવકો કરી રહ્યા છે. એના માટે મહાપાલિકાના 2022-23ના આર્થિક વર્ષમાં રૂ. 3700 કરોડની જોગવાઈ કરવી પડશે. તો જ નગરસેવકોની માગણી અનુસાર રસ્તાના કામ કરી શકાશે એમ મહાપાલિકાના અધિકારીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...