તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો ડર:ઉપનગરીય રેલવે અને બેસ્ટના પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો

મુંબઇએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સરકારી અને ખાનગી કાર્યાલયોમાં 50 ટકા ઉપસ્થિતિના આદેશની અસર

કોરોનાનો ડર અને 50 ટકા કર્મચારીઓની ઉપસ્થિતિના કારણે મુંબઈની ઉપનગરીય રેલવે અને બેસ્ટના પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. મધ્ય રેલવેની પ્રવાસી સંખ્યા લગભગ 2,00,000 અને પશ્ચિમ રેલવેની 95,000 તથા બેસ્ટના લગભગ 90,000 પ્રવાસીઓ ઓછા થયા છે. મુંબઈમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. દર્દીઓની સંખ્યા વધી રહી હોવાથી સરકાર તરફથી તકેદારીના ઉપાય કરવામાં આવી રહ્યા છે. સ્થાનિક પ્રશાસનને પણ એવો આદેશ આપવામાં આવ્યો છે. 15 માર્ચના જારી કરવામાં આવેલા આદેશમાં સરકારી અને ખાનગી કાર્યાલયોમાં 50 ટકા ઉપસ્થિતિ, વર્ક ફ્રોમ હોમ નોંધવામાં આવ્યું છે. એનો થોડા ઘણાં અંશે પ્રતિસાદ મળ્યો છે.

જાન્યુઆરી 2021માં મધ્ય રેલવેના ઉપનગરીય માર્ગ પરથી દરરોજ સરેરાશ 13,00,000 પ્રવાસીઓ પ્રવાસ કરતા હતા. ફેબ્રુઆરીમાં આ સંખ્યા 20,00,000 સુધી અને 15 માર્ચના 21,00,000 સુધી હતી. 50 ટકા ઉપસ્થિતિના આદેશ પછી આ સંખ્યામાં ઘટાડો થયો હોવાનું મધ્ય રેલવે તરફથી જણાવવામાં આવ્યું હતું. હવે પ્રવાસીઓની સંખ્યા 19,00,000 છે.

પશ્ચિમ રેલવેમાં 14 માર્ચના પ્રવાસીઓની સંખ્યા 17,83,623 હતી જે 22 માર્ચના 16,89,299 થઈ હતી. આ આંકડાઓ પરથી પ્રવાસીઓની સંખ્યામાં 94,324નો ઘટાડો થયો છે એમ દેખાય છે. રેલવે પછી બેસ્ટ ઉપક્રમના પ્રવાસીઓની સંખ્યા પણ ઓછી થઈ છે. 15 માર્ચના 25,14,880 હતી જેમાં 90,000નો ઘટાડો થવાથી હવે 24,24,000 થઈ છે. અત્યારે અત્યાવશ્યક સેવાના કર્મચારીઓ સાથે જ સામાન્ય પ્રવાસીઓને ચોક્કસ સમયમાં લોકલ પ્રવાસ કરવાની છૂટ આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો