તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:દાદર રેલવે સ્ટેશનમાં ફેમિલી મોલ ઊભો કરવાનો નિર્ણય

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આવક વધારવા નોન ફેર રેવેન્યુ અંતર્ગત પશ્ચિમ રેલવેની સંકલ્પના

રેલવે સ્ટેશન પર શાકભાજી સહિત નાના બાળકો માટે રમકડાં અને અને ખરીદીના વિકલ્પો ટૂંક સમયમાં જ મુંબઈગરાને ઉપલબ્ધ થશે. પશ્ચિમ રેલવેના દાદર રેલવે સ્ટેશનમાં ફેમિલી મોલ ઊભો કરવાનો નિર્ણય પશ્ચિમ રેલવે દ્વારા લેવામાં આવ્યો છે.કોરોના કાળમાં આર્થિક આવક પર મર્યાદા આવ્યા બાદ પશ્ચિમ રેલવેએ આવક વધારવા માટે નોન ફેર રેવેન્યુ અંતર્ગત ફેમિલી મોલ સંકલ્પના સાકાર કરવા માટે હિલચાલ શરૂ કરી છે. રેલવે સ્ટેશનમાં મોલના માધ્યમથી વર્ષમાં રૂ. 2.80 કરોડની આવક પશ્ચિમ રેલવેને અપેક્ષિત છે.

ફેમિલી મોલમાં મલ્ટીપ્લેક્સ સાથે સ્વદેશી, વિદેશી, બ્રાન્ડેડ કપડાંની દુકાન, ફૂડ કોર્ટ, પ્લે ઝોન અને મોલમાંની અન્ય સુવિધાઓ આ સ્થળે નિયમો અને શરતોનું પાલન કરીને ઊભી કરવામાં આવશે. રેલવે સ્ટેશનમાં મૂળભૂત સુવિધાઓનો અભાવ છે. મુંબઈ રેલવેમાં અનેક સ્ટેશનમાં ભારે ભીડ થતી હોય છે. આવા સમયે ગિરદીનું નિયોજન કરવાની જરૂર છે. જોકે આ પ્રકલ્પને લીધે સ્ટેશનમાં ભીડમાં ઉમેરો થશે, એમ પ્રવાસીઓનું કહેવું છે.

મુંબઈ રેલવે સ્ટેશનમાં સૌથી વધુ ભીડવાળા સ્ટેશનમાંથી એક દાદરમાં કોરોના પૂર્વે રોજ 5 લાખ પ્રવાસી અવરજવર કરતા હતા. આ સ્ટેશનને મધ્ય અને પશ્ચિમ રેલવેની કનેક્ટિવિટી છે. મુંબઈ- પુણે જતી ખાનગી બસ અને રાજ્ય પરિવહનની બસનો ડેપો નજીકમાં જ છે. તેનો ફાયદો દાદર ફેમિલી મોલને નિશ્ચિત મળશે એમ રેલવેને લાગે છે.

વન સ્ટોપ શોપિંગનો વિકલ્પ
સતત દોડતા મુંબઈમાં નોકરિયાત મહિલાઓની સંખ્યા મોટી છે. ઓફિસમાંથી ઘરે જતી વખતે રેલવે સ્ટેશનમાં વન સ્ટોપ શોપિંગનો વિકલ્પ ઉપલબ્ધ કરવા માટે ફેમિલી મોલની આ સંકલ્પના છે. આથી પ્રવાસીઓને સ્ટેશન બહારની માર્કેટમાં જઈને ખરીદી કરવા માટે લાગતો સમય બચી જશે.

દાદર સ્ટેશનની ટિકિટ બુકિંગ ઓફિસ નજીક 506 ચોરસમીટર જગ્યા ફેમિલી મોલ માટે ઉપલબ્ધ કરી અપાશે. આ જગ્યા પાંચ વર્ષના ભાડાંકરાર પર અપાશે.

અન્ય સમાચારો પણ છે...