• Gujarati News
  • Local
  • Mumbai
  • Decision To Run ICU On Public And Private Basis, Consideration For 400 bed ICU Of Three Major Hospitals

નિર્ણય:આઈસીયુને સાર્વજનિક અને ખાનગી ધોરણે ચલાવવા નિર્ણય, ત્રણ મોટી હોસ્પિટલોના 400 બેડના ICU માટે વિચારણા

મુંબઇ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોનાના દર્દીઓની સારવાર કરવા ઊભી કરવામાં આવેલી ત્રણ મોટી હોસ્પિટલોના ૪૦૦ બેડના આઈસીયુ સાર્વજનિક અને ખાનગી ધોરણે (પીપીપી) ચલાવવાનો નિર્ણય મુંબઈ મહાપાલિકાએ લીધો છે. એના માટે ખાનગી સંસ્થાની પસંદગી ટૂંક સમયમાં કરવામાં આવશે. બાન્દરા-કુર્લા કોમ્પ્લેક્સ, ગોરેગાવનું નેસ્કો અને વરલી ખાતે નેશનલ સ્પોર્ટ ક્લ્બ ઓફ ઈંડિયા (એનએસસીઆઈ) કોમ્પ્લેક્સની કોરોના હોસ્પિટલોમાં નિયોજિત આઈસીયુ વોર્ડ શરૂ કરવા માટે નિષ્ણાત ડોકટરો, નર્સો, વોર્ડબોય એમ મોટા પ્રમાણમાં મનુષ્યબળની જરૂર છે.

એમાં અનેક અડચણો આવતી હોવાથી મહાપાલિકાએ આખરે આ ત્રણેય હોસ્પિટલોના આઈસીયુ વિભાગ પીપીપી પદ્ધતિથી ચલાવવા મંજૂરી આપી છે. આઈસીયુ વિભાગના તમામ સાધનો, દવાઓ, યંત્રસામગ્રી મહાપાલિકા દ્વારા ઉપલબ્ધ કરવામાં આવશે. મેડિકલ, સેમિમેડિકલ અને અન્ય મનુષ્યબળ તથા વિભાગનું સંપૂર્ણ વ્યવસ્થાપન સંસ્થા કરશે. એમાં ડોકટર, નર્સો, વોર્ડબોય, વરિષ્ઠ સહાયક સલાહકાર, દર્દીઓની સંભાળ લેવા માટે સેવક સહિત વ્યવસ્થાપકીય કામ માટે કર્મચારીઓનો સમાવેશ હશે. ઈચ્છા હશે તેમણે સંસ્થાને પ્રસ્તાવ રજૂ કરવા જણાવ્યું છે. ત્રણથી ચાર સંસ્થાઓના પ્રસ્તાવ આવ્યા છે. દરેક બેડ દીઠ પ્રસ્તાવિત દરનો વિચાર કરીને ટૂંક સમયમાં એમાંથી એક સંસ્થાની પસંદગી કરવામાં આવશે એવી માહિતી અતિરિક્ત આયુક્ત સુરેશ કાકાણીએ આપી હતી.

પીપીપી ધોરણે આઈસીયુ વિભાગ ચલાવવાનો વિચાર છેલ્લા એકાદ મહિનાથી કરવામાં આવી રહ્યો હતો. બેડ દીઠ દર દિવસે ૫ હજાર રૂપિયા કેટલીક સંસ્થાઓએ જણાવ્યું હોવાથી ચર્ચા ચાલુ હતી એમ મહાપાલિકાના અધિકારીએ જણાવ્યું હતું. બાન્દરા-કુર્લા કોમ્પ્લેક્સના મેદાન પર ચાલુ કોરોના હોસ્પિટલના બીજા તબક્કામાં ૧૧૨ બેડનો આઈસીયુ વિભાગ તૈયાર છે. સંસ્થાની પસંદગી થતા જ કાર્યરત થશે. એનએસસીઆઈમાં ૧૦ બેડનો આઈસીયુ વિભાગ તૈયાર છે. ત્યાં કુલ ૫૦ બેડ નિયોજિત છે. ગોરેગાવની નેસ્કો હોસ્પિટલમાં ૨૧૯ આઈસીયુ બેડનું કામ અત્યારે ચાલુ છે. ૨૧ જુલાઈ સુધી આ વિભાગ શરૂ થશે.

અન્ય સમાચારો પણ છે...