તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મુંબઈ-પુણેના ખાણીપીણીના શોખીનોને ગમતી ડેક્કન ક્વીન એક્સપ્રેસની ડાઈનિંગ કાર એલએચબીમાં બાંધવા માટે રેલવે મંડળે મંજૂરી આપી છે. નવા સ્વરૂપની ડેક્કન ક્વીન બનાવવાનું કામ અત્યારે ચાલુ છે. ડિસેમ્બરના અંતમાં નવા ટ્રેનમાં પ્રવાસીઓ પ્રવાસ શરૂ કરી શકશે.
દેશની પ્રથમ ડિલક્સ રેલવે ટ્રેનની ઓળખ ધરાવતી ડેક્કન ક્વીન 91 વર્ષથી પ્રવાસીઓને સરસ પ્રવાસ કરાવે છે. આજે પણ આ ટ્રેનની લોકપ્રિયતામાં ઓટ આવી નથી. આ ટ્રેનમાં નીતનવા ખાદ્યપદાર્થોનો આસ્વાદ માણી શકાય એ માટે પ્રવાસ કરનારા ખાણીપીણીના શોખીનોનું પ્રમાણ મોટું છે. આ લોકપ્રિયતા ધ્યાનમાં રાખીને રેલવે મંડળે ડાઈનિંગ કારના રૂપરંગ બદલવા માટે પ્રસ્તાવ તૈયાર કરવાની સૂચના મધ્ય રેલવેને કરી હતી. ડાઈનિંગ કારમાં શુદ્ધ શાકાહારી કટલેટ, મિસળપાઉ, કાંદાના ભજીયા અને અન્ય વાનગીઓ સ્વાદરસિયાઓમાં લોકપ્રિય છે. વારતહેવારે ઉપવાસ કરનારાઓ માટે આ ટ્રેનમાં સાબુદાણાની ખિચડી ઉપલબ્ધ હોય છે.
છેલ્લા અનેક વર્ષોથી ડાઈનિંગ કાર હટાવવાના પ્રયત્નો ચાલુ હતા. પ્રવાસીઓ વધતા હોવાથી ડેક્કન ક્વીનની ઓળખ હટાવીને એના ઠેકાણે પ્રવાસી ડબ્બા જોડવાનો પ્રયત્ન દિલ્હીના કેટલાક અધિકારીઓનો હતો. જો કે રેલવે મંડળે રૂપરેખા મંજૂર કરીને ડાઈનિંગ કાર હટાવવાની ચર્ચા પર પૂર્ણવિરામ મૂક્યું હતું. આ નિર્ણયનું પ્રવાસી સંગઠનોએ સ્વાગત કર્યું છે.
Sponsored By
પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.