તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકાર તંત્ર:10 વર્ષમાં પેન્શનની રાહ જોતા 4500 એસટી કર્મીઓના મૃત્યુ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કર્મચારીઓની 2500 વિધવા પત્નીઓના મૃત્યુ થયા પણ પેન્શન ન મળ્યું

એસટી મહામંડળના અધિકારીઓની ભૂલોના કારણે છેલ્લા દસ વર્ષમાં નિવૃત્ત થયેલા 4500 કર્મચારીઓ અને એ પછી તેમની 2500 વિધવા પત્નીઓનું પેન્શન મળ્યા વિના જ મૃત્યુ થયા છે. કેટલીક વિધવા મહિલાઓ આજે પણ પેન્શન માટે વિભાગીય કાર્યાલયમાં ધક્કા ખાય છે.

પેન્શન બાબતે ડ્રાઈવર અને કંડકટર તથા અન્ય કર્મચારીઓ અને અધિકારીઓ જાગૃત હોતા નથી. રિટાયર થયા પછી જ જાગૃત થાય છે. કર્મચારીઓ અથવા અધિકારીઓ એક વિભાગમાંથી બીજા વિભાગમાં ટ્રાન્સફર થાય ત્યારે કાર્યમુક્તિ આદેશ સાથે જે પ્રમાણે લાસ્ટ પેમેન્ટ સર્ટિફિકેટ આપવામાં આવે છે એ પ્રમાણે પેન્શન સંદર્ભની માહિતી સાથે આપવામાં આળસ કરવામાં આવે છે. કર્મચારી-અધિકારીઓ રિટાયરમેન્ટના અંતિમ તબક્કામાં અથવા રિટાયર થયા પછી આ માહિતી ભેગી કરવાનું શરૂ થાય છે.

કોઈ કર્મચારીનું પેન્શન કોન્ટ્રીબ્યુશન અન્ય કર્મચારીના નામ પર ટ્રાન્સફર થયાની ઘટનાઓ પણ બની છે. એસટી મહામંડળની પ્રશાસન શાખામાં પેન્શનનું કામકાજ સંભાળતા કર્મચારીઓ વારંવાર બદલાય છે. તેથી પણ અડચણ ઊભી થાય છે. પણ સેંટ્રલ કાર્યાલયમાંથી તમામ વિભાગોને કાયમીસ્વરૂપી લેખિત સૂચના આપવામાં આવતી નથી. વિભાગીય અને સેંટ્રલ કાર્યાલયે કર્મચારીઓ અને અધિકારીઓની માહિતી ભેગી કરીને સંબંધિત પેન્શન ઓફિસમાં મોકલવી જોઈએ પણ આ કામ નિવૃત કર્મચારી પોતે અને અધિકારીઓ આંટાફેરા કરીને કરી રહ્યા છે.

પેન્શન ન મળવાથી એસટીમાં સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ જ જવાબદાર છે. તેમના પર જવાબદારી નિશ્ચિત કરવામાં આવતી નથી ત્યાં સુધી રિટાયર્ડ લોકોને ન્યાય નહીં મળે એમ એસટી કર્મચારી કોંગ્રેસના સેક્રેટરી શ્રીરંગ બરગેએ જણાવ્યું હતું. પેન્શનના મુદ્દે કોરોના પછી મહામંડળના મુખ્યાલય પર કર્મચારીઓની વિધવાઓનો મોરચો કાઢવામાં આવશે એમ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...