તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવી આફત:મ્યુકરમાઈકોસિસથી થાણે ખાતે કોવિડના 2 દર્દીનાં મોત ,6 ગંભીર

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ ફૂગી ચેપ મોટે ભાગે ડાયાબીટીસગ્રસ્તોમાં મળી આવતું હોવાથી રાહત

થાણે જિલ્લામાં ગંભીર પરંતુ દુર્લભ ફૂગી ચેપ મ્યુકરમાઈકોસિસથી કોવિડ-19નાં બે દર્દીનાં મોત થયાં છે, એમ આરોગ્ય અધિકારીએ બુધવારે જણાવ્યું હતું. ઉપરાંત છ અન્ય દર્દીઓ કાળી ફૂગી કે બ્લેક ફંગસ તરીકે પણ ઓળખાતી આ બીમારીથી પીડાઈ રહ્યા છે, જેઓ અલગ અલગ હોસ્પિટલમાં ઉપચાર હેઠળ છે.થાણે ગ્રામીણમાં મ્હારાલના એક 38 વર્ષીય દર્દી અને ડોંબિવલીના એક દર્દીનું ફૂગી ચેપથી મૃત્યુ થયું છે. તેઓ કલ્યાણ ડોંબિવલી મહાપાલિકાની સીમામાં અલગ અલગ કોવિડ-19 કેર સેન્ચર ખાતે ઉપચાર લઈ રહ્યા છે, એમ મહાપાલિકાના આરોગ્ય અધિકારી ડો. અશ્વિની પાટીલે જણાવ્યું હતું.

મ્યુકરમાઈકોસિસ માટે ઉપચાર લેતા છ અન્ય દર્દીઓ સારવાર હેઠળ છે, જેમાંથી બે આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. કોવિડ-19ના દર્દીઓએ ડરવાની જરૂર નથી, કારણ કે આ ફૂગી ચેપ મોટે ભાગે ડાયાબીટીસગ્રસ્તોમાં જોવા મળે છે. આથી ડાયાબીટીસના દર્દીઓએ તેમની બ્લડ શુગર સપાટી નિયંત્રણમાં રહે તેનું ધ્યાન રાખવું જોઈએ.

મ્યુકરમાઈકોસિસ કોવિડ-19ના દર્દીઓમાં જોવા મળે છે અને તેમના ઉપચાર માટે સ્ટેરોઈડ્સનો વધુ પડતો ઉપયોગ નહીં થવો જોઈએ, એમ અધિકારીએ જણાવ્યું હતું. આરોગ્ય નિષ્ણાતો અનુસાર મ્યુકરમાઈકોસિસનાં લક્ષણોમાં માથામાં દર્દ, તાવ, આંખ, નાક નીચે દર્દ અથવા સાઈનસ અને આંશિક દષ્ટિ ગુમાવવાનો સમાવેશ થાય છે.

ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે
દરમિયાન કલ્યાણના લોકસભાના સભ્ય ડો. શ્રીકાંત શિંદેએ હાલમાં મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે વર્ચ્યુઅલ બેઠકમાં જણાવ્યું હતું કે ફૂગી ચેપને દૂર રાખવા માટે અનેક સૂચનો કર્યાં છે. કોવિડ-19ના દર્દીઓનો ઉપચાર કરવા માટે સ્ટેરોઈડ્સના ઉપયોગ માટે પ્રોટોકોલ બનાવવા માટે ટાસ્ક ફોર્સની સ્થાપના કરવી જોઈએ, એવું પણ તેમણે સૂચન કર્યું હતું.

રાજ્યમાં 2000થી વધુ કેસ
રાજ્યના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ મંગળવારે જણાવ્યું હતું કે હાલમાં 2000 જેટલા દર્દી રાજ્યમાં હોવાની નોંધ છે, જ્યારે આઠનાં મોત થયાં છે અને વધુ ને વધુ નવા કેસ આવી રહ્યા છે. આથી રાજ્ય સરકારે આ બીમારીનો ઉપચાર કરવા માટે મેડિકલ કોલેજોનો ઉપચાર કેન્દ્ર તરીકે ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે. ઉપરાંત તેમણે આ દર્દીઓનો ઉપચાર પણ મફતમાં કરવામાં આવશે, એવી ઘોષણા કરી છે.

અન્ય સમાચારો પણ છે...