દુર્ઘટના:ઉપસરપંચ પોલીસના ભયથી બીજા માળથી કૂદી જતાં મોત

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગણપતિ મંડપ નજીક ઈમારતમાં જુગાર રમતા હતા

પાલઘરમાં ગણપતિ મંડપ નજીક ઈમારતમાં પત્તાંનો જુગાર રમવા સમયે પોલીસ આવી છે એવી વાત આવતાં 35 વર્ષીય ઉપ સરપંચે બીજા માળથી ભૂસકો મારી દીધો હતો, જેમાં તેને ગંભીર પહોંચીને મોત થયું હતું. આ ઘટના બુધવારે પરોઢિયે બની હતી. કાસા ગામના રહેવાસીઓનું એક જૂથ ગણપતિ મંડપ નજીક ઈમારતમાં પત્તાં રમતું હતું. તે સમયે અચાનક એવી માહિતી આવી કે પોલીસ દરોડા પાડવા માટે આવી છે, એમ જિલ્લાના વધારાના એસપી પ્રકાશ ગાયકવાડે જણાવ્યું હતું.

પરોઢિયે 3 વાગ્યે ઈમારતનો વોચમેન અચાનક આવ્યો હતો અને પોલીસ દરોડા પાડવા માટે આવી રહી છે એવી માહિતી આપી હતી. આથી પકડાઈ જવાના ભયથી અનેક ગામવાસીઓએ ઈમારતના બીજા માળથી ભૂસકો મારી દીધો હતો. ઉપ મેયર રાજુ જગદેવે પણ ભૂસકો માર્યો હતો, જેમાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમાં તેનું મોત થયું હતું. અન્ય ઈજાગ્રસ્તો પર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેઓ જોખમથી બહાર છે.

કાસા પોલીસ અકસ્માતે મૃત્યુની નોંધ કરી છે. ગાયકવાડે જણાવ્યું કે ઉપ સરપંચ અને અન્ય ગામવાસીઓ ઈમારતના બીજા માળે એક રૂમમાં પત્તાંનો જુગાર રમતા હતા. તે સમયે બે જણ ઈમારત પાસે આવી રહ્યા હોવાનું વોચમેને જોયું હતું. તે તેમને પોલીસ સમજી બેઠો હતો અને તેથી પત્તાં રમનારને સતર્ક કરવા માટે ગયો, પરંતુ પત્તાં રમનારાએ પકડાઈ જવાના ભયથી બીજા માળથી ભૂસકો મારી દીધો હતો, જેમાં આ અનર્થ સર્જાયો છે.

અન્ય સમાચારો પણ છે...