તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:મેટ્રો સાઈટમાં ચોર સમજીને કિશોરને માર મારતાં મૃત્યુ

મુંબઈ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • 4 સિક્યુરિટી ગાર્ડની પવઈ પોલીસે ધરપકડ કરી

પવઈની હદમાં મેટ્રોની બાંધકામની સાઈટ ખાતે એક કિશોરને ચોર સમજીને ચાર સિક્યુરિટી ગાર્ડે ઢોરમાર મારતાં મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે ઓટોપ્સી રિપોર્ટને આધારે હત્યાનો ગુનો દાખલ કરીને ચારેય ગાર્ડની ધરપકડ કરીને રિમાંડ પર લીધા છે.મૃતકને અનિકેત બનસોડે (17) તરીકે ઓળખી કાઢવામાં આવ્યો છે, જે પવઈમાં જોગેશ્વરી- વિક્રોલી લિંક રોડ પર મિલિંદ નગર, તિવારી કમ્પાઉન્ડમાં રહેતો હતો. મંગળવારે મોડી રાત્રે અનિકેત સાઈટ પર આવ્યો હતો અને મેટ્રોની પેનલમાંથી સ્ટીલના પાઈપ ચોરી રહ્યો હોવાનું જણાતાં ચાર ગાર્ડે તેને લોખંડના સળિયા અને બાંબૂથી માર માર્યો હતો.

અનિકેતને ગંભીર રીતે ઘાયલ અવસ્થામાં રાજાવાડી હોસ્પિટલમાં લઈ જવાતાં મૃત ઘોષિત કરવામાં આવ્યો હતો. પવઈને સિનિયર પીઆઈ આબુરાવ સોનાવણેએ જણાવ્યું હતું કે અમે પાંચ કલાકમાં જ શોધી કાઢ્યું કે ચાર ગાર્ડે અનિકેતને માર મારવાને કારણે તેનું મૃત્યુ થયું છે. આથી ચારેયની ધરપકડ કરવામાં આવી છે, જેમાં ઉમેશ પરબ (38), સુજતઅલી નૌશાદઅલી (26), સચિન માંડાવકર (38) અને સંદીપ જાધવ (30)નો સમાવેશ થાય છે.એમએમઆરડીએના અધિકારીએ જણાવ્યું હતું કે સિક્યુરિટી ગાર્ડ સિવિલ કોન્ટ્રાક્ટરે લીધા હતા. અમે તપાસ પૂર્ણ થયા પછી પોલીસનાં તારણોને આધારે યોગ્ય પગલાં લઈશું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો