તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિશેષાધિકાર ભંગ:અર્ણવ અને કંગના સામે અહેવાલ રજૂ કરવા મુદ્દત

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહારાષ્ટ્ર વિધાનસભામાં આગામી સત્ર સુધી સમય

મહારાષ્ટ્ર વિધાનસભાએ પત્રકાર અર્ણબ ગોસ્વામી અને અભિનેત્રી કંગના રણોત સામે વિશેષાધિકાર ભંગ અંગે તપાસનો અહેવાલ રજૂ કરવા માટે વિશેષતા સમિતિને વધુ સમય આપ્યો છે. સમિતિને હવે અહેવાલ રજૂ કરવા વિધાનસભાના આગામી સત્રના અંતિમ દિવસ સુધીનો સમય મળી ગયો છે.

શિવસેનાના ધારાસભ્ય પ્રતાપ સરનાઇકે ગોસ્વામી અને રણોત વિરુદ્ધ ગત વર્ષે સપ્ટેમ્બરમાં વિધાનસભા અધ્યક્ષના કાર્યાલયમાં આ બંને વિરુદ્ધ વિશેષાધિકાર ભંગની નોટિસ આપી હતી. સમયમર્યાદા વધારી આપવાનો પ્રસ્તાવ મંગળવારે વિશેષાધિકાર સમિતિના પ્રમુખ દીપક કેસરકર (શિવસેના) દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો, જેને અવાજી મતદાન થકી ગૃહ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.

સરનાઇકે ગયા વર્ષે ગોસ્વામી અને રણોત પર અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મોત મામલે મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે, કેબિનેટ મંત્રી આદિત્ય ઠાકરે અને શાસક મહાવિકાસ આઘાડીના અન્ય નેતાઓ સામે અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ લગાવ્યો હતો. આ પહેલાં રણોતે મુંબઈની તુલના પાક વ્યાપ્ત કાશ્મીર (POK) સાથે કરી હતી. ત્યાર બાદ ધારાસભ્યએ કંગના વિરુદ્ધ વિધાન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...