તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

લિલામી:દાઉદની રત્નાગિરિની માલમતાઓનું 10 નવેમ્બરે લિલામ કરાશે

મુંબઈ7 દિવસ પહેલા
  • કૉપી લિંક

કુખ્યાત ગેન્ગસ્ટર દાઉદ ઈબ્રાહિમ પર કાર્યવાહી કરવા માટે કેન્દ્ર સરકારે ફરી એક વાર કમર કસી છે. આ વખતે દાઉદની રત્નાગિરિની વિવિધ માલમતાઓનું લિલામ આગામી 10 નવેમ્બરે કરવાનો નિર્ણય કેન્દ્ર સરકારે લીધો છે. તસ્કરી અને વિદેશી વિનિમય કાયદા અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવશે. આ હમણાં સુધીની દાઉદની મિલકતોની સૌથી મોટી લિલામી હોવાનું માનવામાં આવે છે.કેન્દ્ર સરકારે દાઉદ સામે કાર્યવાહી કરતાં 2018માં તેની માલમતાઓનું લિલામ કરવાનું શરૂ કર્યું હતું. તે મુજબ મુંબઈની માલમતાઓનું લિલામ પહેલી વાર કરવામાં આવ્યું હતું. આ લિલામમાં મોટે પાયે બોલી લગાવવામાં આવી હતી. આશરે રૂ. 3.51 કરોડની આ માલમતાઓનું લિલામ કરવામાં આવ્યું હતું. સૈફ બુરહાની અપલિફ્ટમેન્ટ ટ્રસ્ટે આ જગ્યા માટે સૌથી બોલી લગાવી હતી. હવે ફરી એક વાર કેન્દ્ર સરકારે દાઉદની માલમતાઓનું લિલામ કરવાનો નિર્ણય લીધો છે.આ મુજબ 10 નવેમ્બરે દાઉદની મહારાષ્ટ્રના રત્નાગિરિ ખાતેની લગભગ 7 માલમતાઓનું લિલામ વિડિયો કોન્ફન્સિંગ દ્વારા કરવામાં આવશે. રત્નીગિરિ ખાતે મુંબાકે ગામમાં આ માલમતા છે. આ સ્થળે દાઉદને નામે અનેક જમીન અને ઘર હોવાનું કહેવાયું છે.

કઈ માલમતાઓનું લિલામ
એક 27 ગૂંઠા જમીનના રૂ. 2,05,800, 29.30 ગૂંઠા જમીનના રૂ. 2,23,300, 24.90 ગૂંઠા જમીનના રૂ. 1,89,800, 20 ગૂંઠા જમીનના રૂ. 1,52,500, 18 ગૂંઠા જમીનના રૂ. 1.38 લાખ, 30 ગૂંઠા જમીન પરનું ઘર રૂ. 6,14,08,100 આ રીતે ભાવ નક્કી કરાયા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો