તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એનસીબી દ્વારા ધરપકડ:દાઉદનો સાથી ચિંકુ પઠાણ મહારાષ્ટ્ર ATSના તાબામાં

મુંબઈએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અગાઉ પકડેલા બે તસ્કરે પઠાણનું નામ આપ્યું હતું

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) દ્વારા ધરપકડ કરવામાં આવેલા દાઉદ ઈબ્રાહિમના સાગરીત અને વીતેલા યુગના ડોન કરીમ લાલાના સંબંધી ડ્રગ તસ્કર પરવેઝ ખાન ઉર્ફે ચિંકુ પઠાણ (40)ની હવે મહારાષ્ટ્ર એન્ટી- ટેરરીઝમ સ્ક્વોડ (એટીએસ) દ્વારા તપાસ કરવામાં આવશે. એટીએસ દ્વારા ઓક્ટોબરમાં બે ડ્રગ તસ્કરોને ઝડપી લીધા હતા, જેમાં પઠાણનું નામ બહાર આવ્યું હતું. આથી એટીએસ હવે આ દિશામાં તપાસ કરશે.

પઠાણ દ્વારા ચલાવવામાં આવતી ડ્રગ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યા પછી ગયા મહિને નવી મુંબઈના ઘનસોલી ખાતે એનસીબીએ પઠાણની ધરપકડ કરી હતી. આ પછી પઠાણે આપેલી માહિતીને આદારે એનસીબીએ ડોંગરીની એક ઈમારતમાંથી ડ્રગ બનાવવાની લેબ પકડી પાડી હતી, જ્યાંથી રૂ. 2 કરોડની રોકડ, બે બંદૂક અને ડ્રગનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. જોકે પઠાણનો સાગરીત આરીફ ભુજવાલા ત્યાંથી નાસી ગયો હતો. તે છી રાયગઢ જિલ્લામાંથી ઝડપાઈ ગયો હતો.મુંબઈમાંથી ડ્રગની તસ્કરીનો સફાયો કરવા માટે એટીએસ પણ સક્રિય છે. આના ભાગરૂપે ઓક્ટોબરમાં એટીએસે ડ્રગ કેસમાં સોહેલ સૈયદ (34) અને ઝીશાન (32)ની ડ્રગ સાથે ધરપકડ કરી હતી. આ બંનેએ ચિંકુ પઠાણનું નામ આપ્યું હતું. તે સમયથી એટીએસ તેને શોધતી હતી. આથી હવે એટીએસે કોર્ટમાં અરજી કરીને પઠાણનો કબજો લીધો છે. પઠાણને 10 ફેબ્રુઆરી સુધી એટીએસની કસ્ટડીમાં રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

માહિમથી વધુ ત્રણ ડ્રગ તસ્કર ઝડપાયા
દરમિયાન એનસીબીએ કાર્વાહી ચાલુ જ રાખી છે, જેના ભાગરૂપે ગઈકાલે ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેની આગેવાનીમાં માહિમ પશ્ચિમમાં રેલવે સ્ટેશન ખાતે મહંમદ બિલાલ અને શેખ ગુલામ ગોશની ધરપકડ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો