મુંબઈ યુનિવર્સિટીએ 2022ના પ્રથમ સત્રની ઉનાળુ પરીક્ષાની તારીખ જાહેર કરી છે. આ પરીક્ષાઓ 19 એપ્રિલથી શરૂ થશે. એમાં વ્યવસાયિક અભ્યાસક્રમની પરીક્ષા ઓફ્ફલાઈન અને આર્ટ્સ, કોમર્સ, સાયન્સ તથા વિના અનુદાન અભ્યાસક્રમના સત્ર 6ની (ચોઈસ બેઝ) નિયમિત અને બેકલોગની પરીક્ષા ઓનલાઈન અને પ્રેકટિકલ પરીક્ષા ઓફ્ફલાઈન લેવાનો નિર્ણય પરીક્ષા મંડળે લીધો છે.
સત્ર 6ની પરીક્ષા આ વિદ્યાર્થીઓ માટે મહત્વની હોય છે. એ અનુસાર આ પરીક્ષાઓના પરિણામ પર સમય પર જાહેર થવા જરૂરી હોય છે. એના પર વિદ્યાર્થીઓનું આગળનું ઉચ્ચ શિક્ષણ અને નોકરી આધાર રાખે છે. આ પરીક્ષાનું રિઝલ્ટ સમયસર જાહેર કરવાની દષ્ટિએ વિદ્યાર્થીઓના કુલ રસીકરણની સંખ્યા તેમ જ કોકણમાં એસ.ટી.મહામંડળની હડતાલની પરિસ્થિતિ, કોવિડની પરિસ્થિતિ, હોસ્ટેલમાં વિદ્યાર્થીઓની ઓછી હાજરી અને મુંબઈ યુનિવર્સિટીનો ભૌગોલિક વિસ્તાર, કોલેજની સંખ્યા તથા વિદ્યાર્થીઓની સંખ્યા તેમ જ ડિગ્રી પરીક્ષાના અનેક વિદ્યાર્થીઓ વિદેશમાં ભણવા માટે જાય છે.
એના માટે ડિગ્રી પરીક્ષાનું રિઝલ્ટ સમયસર જાહેર કરવા માટે આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ તથા વિના અનુદાનિત અભ્યાસક્રમના સત્ર 6ની (ચોઈસ બેઝ) નિયમિત અને બેકલોગની પરીક્ષા ઓનલાઈન લેવાનો નિર્ણય પરીક્ષા મંડળે લીધો છે.
જોકે સત્ર 6ની પરીક્ષાના પ્રેકટિકલ ઓફ્ફલાઈન લેવામાં આવશે. 2022-23ના શૈક્ષણિક વર્ષના 2022ના શિયાળુ સત્રના તમામ શાખાઓમાં નિયમિત અને બેકલોગ પરીક્ષા ઓફ્ફલાઈન લેવાનો નિર્ણય પરીક્ષા મંડળની બેઠકમાં લેવામાં આવ્યો છે. ડિગ્રીના આર્ટ્સ, કોમર્સ, સાયન્સની સત્ર 2ના નિયમિત અને બેકલોગ પરીક્ષા ઓફ્ફલાઈન લેવામાં આવશે. સત્ર 1, 3 અને 5 બેકલોગની પરીક્ષા ઓનલાઈન લેવામાં આવશે. સત્ર 4ની નિયમિત અને બેકલોગ પરીક્ષા ઓનલાઈન લેવામાં આવશે.
પોસ્ટ ગ્રેજ્યુએશન આર્ટ્સ, કોમર્સ અને સાયન્સની પરીક્ષા ઓફ્ફલાઈન, સત્ર 2 અનો 4 નિયમિત અને બેકલોગ પરીક્ષા ઓફ્ફલાઈન, સત્ર 1 અને 3 બેકલોગની પરીક્ષા ઓનલાઈન લેવામાં આવશે. ઓફ્ફલાઈન પદ્ધતિથી લેવામાં આવનાર આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ ડિગ્રી તથા પોસ્ટ ગ્રેજ્યુએશન પરીક્ષા 50 ટકા મલ્ટિપલ ચોઈસ ક્વેશ્નચન્સ અને 50 ટકા ડિસ્પ્રીક્ટીવ પ્રશ્ન પદ્ધતિથી લેવામાં આવશે.
વ્યવસાયિક અભ્યાસક્રમની પરીક્ષા ઓનલાઈન
મેનેજમેંટ, ટેકનોલોજી અને ઈંટરસ્ટ્રીમ પરીક્ષા ઓફ્ફલાઈન, એમબીએ સત્ર 1 થી 4 નિયમિત અને બેકલોગ પરીક્ષા ઓફ્ફલાઈન લેવામાં આવશે. એન્જિનિયરીંગ, ફાર્મસી, આર્કિટેકચર અને એમસીએની તમામ પરીક્ષા ઓફ્ફલાઈન પદ્ધતિથી લેવામાં આવશે. બી.એડ. પરીક્ષા સત્ર 2 અને 4 પરીક્ષા ઓફ્ફલાઈન તો સત્ર 1 અને 3 બેકલોગ પરીક્ષા ઓનલાઈન લેવામાં આવશે. ઈંટરસ્ટ્રીમ શાખાની તમામ બાકીની પરીક્ષા ઓફ્ફલાઈન પદ્ધતિથી લેવામાં આવશે. તેમ જ લોની તમામ પરીક્ષા નિયમિત અને બેકલોગ ઓફ્ફલાઈન લેવામાં આવશે. મુંબઈ યુનિવર્સિટીના શૈક્ષણિક વિભાગ અને ઉપપરિસરની પરીક્ષાઓ ઓફ્ફલાઈન લેવામાં આવશે. 2022ના પ્રથમ સત્ર ઉનાળુ પરીક્ષાનું ટાઈમટેબલ પરીક્ષા વિભાગ તરફથી ટૂંક સમયમાં મોકલવામાં આવશે એમ પરીક્ષા અને મૂલ્યમાપન મંડળના સંચાલક ડો. વિનોદ પાટીલે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.