કોર્ટનું તેડું:શિલ્પા શેટ્ટી સહિત માતા-બહેનને અંધેરી કોર્ટનું તેડું

મુંબઈ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉદ્યોગપતિએ 21 લાખ પાછા મેળવવા ફરિયાદ કરી

અભિનેત્રી શિલ્પા શેટ્ટી, એની બહેન શમિતા શેટ્ટી અને માતા સુનંદા શેટ્ટી વિરુદ્ધ મુંબઈની અંધેરી કોર્ટે સમન્સ બજાવ્યા છે. આ ત્રણેયને 28 ફેબ્રુઆરીના કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપ્યો છે. આ પ્રકરણે 21 લાખ રૂપિયાના કરજનું છે અને એક ઉદ્યોગપતિએ આ ત્રણેય વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. આ ત્રણેય જણે કરજ પાછું ચુકવ્યું નથી એવો આરોપ ફરિયાદી ઉદ્યોગપતિએ કર્યો છે.

એક ઓટોમોબાઈલ એજન્સના માલિકે અભિનેત્રી શિલ્પા શેટ્ટી, એની બહેન શમિતા શેટ્ટી અને માતા સુનંદા શેટ્ટી વિરુદ્ધ 21 લાખ રૂપિયાની છેતરપિંડી કર્યાની ફરિયાદ દાખલ કરી હતી. શિલ્પાના પિતાએ એની પાસેથી 21 લાખ રૂપિયા ઉછીના લીધા હતા. જાન્યુઆરી 2017માં વ્યાજ સાથે મુદ્દલના રૂપિયા પાછા આપવાના હતા. 2015માં શિલ્પાના પિતાએ આ કરજ લીધું હતું.

શિલ્પા, શમિતા અને સુનંદા શેટ્ટીએ આ કરજ પાછુ ચુકવ્યું નહોતું. ફરિયાદીના જણાવ્યા અનુસાર શિલ્પાના પિતાએ કરજ સંબંધે આ ત્રણેયને માહિતી આપી હતી. કરજ પાછુ ચુકવવા પહેલાં જ શિલ્પાના પિતાનું નિધન થયું હતું. એ પછી શિલ્પા શેટ્ટી, એની બહેન શમિતા શેટ્ટી અને માતા સુનંદા શેટ્ટી વિરુદ્ધ આ કરજ પાછુ ચુકવવાનો નકાર આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...