• Gujarati News
  • Local
  • Mumbai
  • Dangerous Journey, 114 Tourists Killed After Falling From A Dangerous Local, Express As Well As Standing At The Rising Door

પ્રતિબંધ હટાવાયા:લોકલમાં ગિરદી વધતા દરવાજા પર ઊભા રહીને જોખમી પ્રવાસ, લોકલ તેમજ એક્સપ્રેસમાંથી પડીને 114 પ્રવાસીઓના મૃત્યુ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

લોકલમાં પ્રવાસ પરથી પ્રતિબંધ હટાવવામાં આવ્યા પછી પ્રવાસીઓની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે. તેથી લોકલ ડબ્બાના દરવાજા પર ઊભા રહીને પ્રવાસ કરતા લોકો પણ વધી રહ્યા છે. એના લીધે પ્રવાસ દરમિયાન પ્રવાસીના લોકલમાંથી પડી જવાથી અકસ્માત થઈ રહ્યા છે. નવા વર્ષની શરૂઆતના ત્રણ મહિનામાં જ 315 પ્રવાસીઓ લોકલ કે એક્સપ્રેસમાંથી પડી જતા અકસ્માત થતા મૃત્યુ થયા કે ગંભીર જખમી થયા છે.

મધ્ય અને પશ્ચિમ ઉપનગરી રેલવેમાં થતી ગિરદી હંમેશા ચર્ચાનો વિષય બને છે. ઉપનગરોમાંથી મુંબઈ શહેર તરફ સવારે અને સાંજે ટ્રેનથી પ્રવાસ કરતા પ્રવાસીઓની સંખ્યા મોટા પ્રમાણમાં વધી છે. પણ અત્યારે ગિરદીના કારણે આ પ્રવાસ જીવલેણ બન્યો છે. ગિરદીના સમયે લોકલની અંદર પ્રવેશ મળતો નથી તેથી નાછૂટકે ડબ્બાના દરવાજા પાસે ઊભા રહીને પ્રવાસ કરવો પડે છે.

આવો જોખમકારક પ્રવાસ કરતા સંતુલન ખોરવાઈ જવાથી થતા અકસ્માતમાં કેટલાક પ્રવાસીઓ જખમી થાય છે અને કેટલાકના મૃત્યુ થાય છે. કેટલાક પ્રવાસીઓ ગિરદી ન હોવા છતાં ડબ્બાના દરવાજા પાસે ઊભા રહીને સ્ટંટ કરે છે અને લોકલમાંથી પડતા અકસ્માત થાય છે એમ રેલવે પોલીસે જણાવ્યું હતું. જાન્યુઆરીથી માર્ચ 2022 દરમિયાન થયેલા અકસ્માતમાં 114 પ્રવાસીઓના મૃત્યુ થયા છે. એમાં મધ્ય રેલવેમાં 77 અને પશ્ચિમ રેલવેમાં 37 જણના મૃત્યુ થયા છે.

કુર્લા, કલ્યાણ હદમાં સૌથી વધુ અકસ્માત
કુર્લા રેલવે પોલીસની હદમાં કુર્લાથી મુલુંડ દરમિયાનના પરિસરમાં સૌથી વધુ અકસ્માત થાય છે. ત્રણ મહિનામાં 12 જણના મૃત્યુ અને 11 જણ જખમી થયા છએ. કલ્યાણથી કર્જતના પહેલાં અને કસારા સુધીની હદમાં પણ 16 પ્રવાસીઓના મૃત્યુ થયા અને 27 જણ જખમી થયા છે. પશ્ચિમ રેલવેમાં મુંબઈ સેંટ્રલ, બાન્દરા, વસઈ રેલવે પોલીસ હદમાં મોટા પ્રમાણમાં અકસ્માતની નોંધ થઈ છે.

અન્ય સમાચારો પણ છે...