ભાસ્કર વિશેષ:મુંબઈ યુનિવર્સિટીમાં હવે નૃત્યુ વિભાગ શરૂ કરવામાં આવશેઃ વાઈસ ચાન્સેલર

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજભવનમાં રાજ્યના ક્રાંતિકારીઓની ગેલેરી શરૂ કરવા વિચાર

રાજભવનખાતે સૌપ્રથમ કલાકાર અને લેખકોની નિવાસી શિબિર સંપન્ન થઈ, જેમાં અમુક મહત્ત્વપૂર્ણ નિર્ણયો જાહેર થયા હતા. આ શિબિરની બુધવારે પૂર્ણાહુતિ થઈ, જેમાં યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો. સુહાસ પેડણેકર, પ્રો વીસી રવીંદ્ર કુલકર્ણી, ઈતિહાસકાર ડો. વિક્રમ સંપત, રહસ્યકથા લેકિતકા મંજિરી પ્રભુ, બેન્ગલોરનાં નૃત્ય દિગ્દર્શિકા મધુ નટરાજ, દિલ્હીના સૃજનાત્મક લેખક અને સંપાદકીય ચિત્રણ કલાકાર રણક સિંહ માન હાજર હતાં.

આ સમયે મધુ નટરાજે એવું નિરીક્ષણ કર્યું હતું કે યુનિવર્સિટીમાં લલિત કલા, લોકકલા અને સંગીત વિભાગ છે, પરંતુ નૃત્યુ વિભાગ નથી. તેની નોંધ લેતાં ડો. પેડણેકરે આશ્વાસન આપ્યું હતું કે મુંબઈ યુનિવર્સિટીમાં ટૂંક સમયમાં જ નૃત્ય વિભાગ પણ શરૂ કરવામાં આવશે. આ સમયે ડો. વિક્રમ સંપતે સૂચન કર્યું હતું કે રાજભવનમાં ભૂગર્ભમાં બંકર મળી આવ્યા તેની અંદર મહારાષ્ટ્રના ક્રાંતિકારીઓને સમર્પિત ગેલેરી બનાવવી જોઈએ. તેમાં વાસુદેવ બળવંત ફડકે, સાવરકર બંધુ, મેડમ ભિકાજી કામા, ચાફેકર બંધુ, ગણેશ વૈશંપાયન, વી બી ગોગટે વગેરે ક્રાંતિકારીઓનો સમાવેશ કરવો.

ઉપરાંત 1946માં મુંબઈ ખાતે રોયલ નેવી વિરુદ્ધ થયેલા નૌકાદળની સશસ્ત્ર લડાઈનો ઈતિહાસ પણ નોંધ કરવો જોઈએ. આવી ગેલેરી બનાવવામાં હું મદદ કરીશ. આ ગેલેરી ભારતની આઝાદીના અમૃત મહોત્સવ માટે પણ સલામીરૂપ રહેશે.

ભારતીય સંગીતનું આર્કાઈવ ભેટ આપ્યું
આ સમયે દેશના ખૂણાખાંચરાથી સખત મહેનત લઈને 15,000 જૂના ગ્રામોફોન રેકોર્ડસ ભેગા કરીને ભારતીય સંગીતનું દેશનું પ્રથમ ઓનલાઈન આર્કાઈવ તૈયાર કર્યું હોઈ તેની ડિજિટલ આવૃત્તિ યુનિવર્સિટીની ભેટમાં આપવાની ઘોષણા ડો. સંપતે કરી હતી. તે સંગીત ક્ષેત્રના સંશોધકો અઅને અભ્યાસુઓને ઉપયોગી ઠરશે.

રાજભવન પર રહસ્યકથા
લેખિતા મંજિરી પ્રભુએ રાજભવન પર આધારિત રહસ્ય- ગૂઢકથા લખવાનું પ્રસ્તાવિત કર્યું હતું, જ્યારે રણક સિંહે રાજભવનને ડિઝાઈન અને ડિજિટલ ઉપક્રમમાં સહયોગ કરવાનું આશ્વાસન આપ્યું હતું. આ સમયે મધુ નટરાજે નૃત્યના માધ્યમથી સરસ્વતી વંદના રજૂ કરી. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ભક્તિગીત રજૂ કર્યું. આ શિબિરના સમયગાળામાં કલાકારો અને લેખકોએ કલા ક્ષેત્રની નામાંકિત હસ્તીઓ, સર જેજે સ્કૂલ ઓફ આર્ટસ, મુંબઈ યુનિવર્સિટીના સંગીત, નાટ્ય અને લોકકલા વિભાગ અને એશિયાટિક સોસાયટીની મુલાકાત લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...