તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના કાળ:કોવિડને લીધે નાના અને મધ્યમ બિલ્ડરોને નુકસાનઃ બીએઆઈ

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહામારીને લીધે દેશભરમાં લોકડાઉનથી ગંભીર આર્થિક આપત્તિ પેદા કરી છે, જેને કારણે લગભગ બધા નાગરિકો અને વેપારો ઠપ થયા છે, સપ્લાય ચેઈન અવરોધાઈ છે, શ્રમિકો વતનભેગા થઈ ગયા છે, કારણ કે તેમની પાસે રહેવા માટે જગ્યા નથી અને ખાવા માટે ખાવાનું નથી. ખાસ કરીને શ્રમિકો વતનભેગા થતાં બાંધકામ સ્થળે પહેલી વાર પ્રવૃત્તિઓને આટલા મોટા પાયા પર અસર થઈ છે. બાંધકામ ઉદ્યોગ હાલમાં હયાતિ માટે મથી રહ્યો છે. જોકે બાંધકામની ગુણવત્તા, ખર્ચની સ્પર્ધાત્મકતા, પ્રોજેક્ટોની સમયસર ડિલિવરી અને રિકવરી માટે સરકારી ટેકાની જરૂર ભવિષ્યની સફળતાની ચાવી બની ગયાં છે, એમ હિંદુસ્તાન કન્સ્ટ્રકશન કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર (સીએમડી) અને ધ બિલ્ડર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા (બીએઆઈ)ના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ અજિત ગુલાબચંદે બીએઆઈ દ્વારા મુંબઈમાં આયોજિત ઈન્ડિયન કન્સ્ટ્રકશન ઈન્ડસ્ટ્રી સિનારિયો- પ્રેઝેન્ટ એન્ડ ફ્યુચર વિષય પર ઓનલાઈન વેબિનારમાં જણાવ્યું હતું.

વેબિનારમાં બીએઆઈના પ્રેસિડેન્ટ એમ યુ મોહન, સેક્રેટરી પ્રદીપ નાગવેકર અને ઈન્ફ્રાસ્ટ્રકચર, બિલ્ડિંગ, બાંધકાંમ અને કાચા માલોનો પુરવઠો તથા કોન્ટ્રાક્ટ ક્ષેત્ર સહિત સંલગ્નિત ઉદ્યોગ સાથે સંકળાયેલી વેપાર સહયોગીઓ અને લગભગ 400 ઉદ્યોગના આગેવાનોએ હાજરી આપી હતી. બીએઆઈના પ્રેસિડેન્ટ એમયુ મોહને જણાવ્યું હતું કે ભારતીય બાંધકામ ઉદ્યોગ ભારતીય અર્થવ્યવસ્થામાં મુખ્ય વૃદ્ધિ પ્રેરક હોવાથી ભારતમાં અખંડ ઉદ્યોગમાંથી એક છે. બાંધકામ ઉદ્યોગ ભારતની જીડીપીમાં આશરે 8 ટકાનું યોગદાન આપે છે. ભારતનો ઈન્ફ્રાસ્ટ્રક્ચર, હાઉસિંગ અને બાંધકામ ઉદ્યોગ ભારતની જીડીનાં 8 ટકા યોગદાન આપે છે, ભારતીય કાર્ગોમાં 21 ટકા યોગદાન આપે ચે અને ભરપૂર વિદેશી રોકાણ આકર્ષે છે. બદનસીબે આશરે રૂ. 7 લાખ કરોડ લવાદી પ્રક્રિયામાં ફસાયેલા છે, જે પણ ઉદ્યોગને અસર કરે છે, એમ બીએઆઈના સેક્રેટરી શ્રી પ્રદીપ નાગવેકરે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...