દુર્ઘટના:પવઈમાં ક્વોરન્ટાઈન સેન્ટર ખાતે ધસી પડતાં 5 વાહનોને નુકસાન

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સેન્ટર નજીક બંધાતી ઈમારત માટે ખોદેલા ખાડાને લઈ દુર્ઘટના

છેલ્લા બે દિવસથી પડી રહેલા મૂશળધાર વરસાદને લીધે મલાડ-માલવણી અને દહિસરમાં થયેલી દુર્ઘટનામાં 13 જણના મૃત્યુ થયાની ઘટના તાજી છે ત્યાં મહાપાલિકાના પવઈ ખાતેના પ્રશિક્ષણ કેન્દ્રના પરિસરમાં જમીન ધસી પડવાની ઘટના બની હતી. આ ઘટનામાં 5 મોટરસાઈકલનું નુકસાન થયું છે અને સદનસીબે કોઈ જીવહાની થઈ નથી એમ પ્રશાસન તરફથી જણાવવામાં આવ્યું હતું. મુંબઈમાં દર વર્ષે ચોમાસામાં મોટા પ્રમાણમાં દુર્ઘટનાઓ થાય છે.

સતત મૂશળધાર વરસાદને કારણે જમીન ધસી પડવાની ઘટનાઓ પણ બને છે. ગયા વર્ષે મલબાર હિલ અને એ પહેલાં વડાલામાં જમીન ધસી પડી હતી. પવઈ ખાતેના પ્રશિક્ષણ કેન્દ્રના પરિસરમાં અચાનક સુરક્ષા ભીંત અને જમીનનો થોડો ધસી પડ્યો હતો. કોરોનાના સમયમાં આ પ્રશિક્ષણ કેન્દ્રમાં મહાપાલિકાએ ક્વોરન્ટાઈન સેંટર શરૂ કર્યું છે.

અત્યારે કોરોનાના દર્દીઓ ઓછા હોવાથી આ કેન્દ્ર બંધ કરવામાં આવ્યું છે. આ કેન્દ્ર નજીક એક ઈમારતનું બાંધકામ ચાલુ છે અને ત્યાં ખોદકામ કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...