રાહત:મુંબઇમાં લોકલ ટ્રેનના પ્રવાસીઓ માટે દૈનિક ટિકિટ મળશે

મુંબઇ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રસીકરણ પૂરું થયાને પંદર દિવસ પૂરા જરૂરી

કોરોનાના ફેલાવાના કારણે લાંબા સમયથી બંધનમાં અટવાયેલા મુંબઈગરાઓને મોટી રાહત મળશે. કોરોનાનો ફેલાવો ઓછો થયો હોવાથી સરકારે તબક્કાવાર લોકલ રેલવે શરૂ કરી. જોકે એના માટે એક મહિનાનો પાસ કઢાવવો ફરજિયાત કરવામાં આવ્યું હતું અને એક દિવસ માટે એટલે કે દૈનિક ટિકિટ મળતી નહોતી, પણ હવે એક દિવસના પ્રવાસ માટે પણ ટિકિટ મળશે.

રસીકરણ પૂરું થયાને 15 દિવસ વીતી ગયા હોય એવા વ્યક્તિઓને દૈનિક ટિકિટ મળશે. રાજ્ય સરકારે લોકલની ટિકિટનું વેચાણ બંધ કરીને બધાને ફક્ત માસિક પાસ આપવાનો આદેશ મધ્ય અને પશ્ચિમ રેલવેને આપ્યો હતો. તેથી છેલ્લા થોડા દિવસથી સખત ગરબડ અને સંતાપ જોવા મળતો હતો. રેલવેએ આ બાબત રાજ્ય સરકારના ધ્યાનમાં લાવી હતી. એ પછી રાજ્ય સરકારે હવે રેલવેને એક પત્ર લખ્યો છે.

આ પત્રમાં રસીકરણ પૂરું થયેલ નાગરિકો, અત્યાવશ્યક સેવામાં હોય કે ન હોય એવા તમામ પ્રવાસીઓને દૈનિક ટિકિટ આપવામાં આવે એવી વિનંતી કરી છે. એના માટે રેલવેએ અતિરિક્ત કર્મચારી સ્ટેશનમાં રાખવા, ફક્ત રસીકરણ થયેલ પ્રવાસી જ ટિકિટ અને પાસ ખરીદે છે એનું ધ્યાન રાખવું, કોવિડ નિયમ પાળવામાં આવે છે કે નહીં એની ખાતરી કરવી એવી સૂચના રાજ્ય સરકારે પત્રમાં કરી છે. અત્યાવશ્યક સેવાના કર્મચારીઓ પછી રસીના બે ડોઝ લીધેલા નાગરિકોને 15 ઓગસ્ટથી લોકલ પ્રવાસ કરવા પરવાનગી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...