આંચકાજનક માહિતી:દાદર, ગોરેગાવ, મુલુંડ અને ધારાવી ભાયખલાનું પાણી પીવા માટે અયોગ્ય

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જળ વિભાગના અહેવાલમાં આંચકાજનક માહિતી

મુંબઈમાં દાદર, ધારાવી, પરેલ, ભાયખલા, ગોરેગાવ અને મુલુંડ ખાતેની વિસ્તારોમાં પુરવઠો કરવામાં આવતું પાણી પીવા માટે અયોગ્ય હોવાનું બહાર આવ્યું છે. આ વિસ્તારમાંનું પાણી દૂષિત હોવાની આંચકાજનક માહિતી મુંબઈ મહાપાલિકાના જ જળ વિભાગના અહેવાલમાંથી બહાર આવી છે. ઉપરાંત આ પાણી પીવાથી અતિસાર જેવી બીમારીઓ થવાની શક્યતા પણ અહેવાલમાં વ્યક્ત કરવામાં આવી છે.

2020-21માં આ વિસ્તારોમાં પાણી દૂષિત હોવાનું બહાર આવ્યું છે. આ અહેવાલ મહાપાલિકાના જળ વિભાગે જાહેર કર્યો છે. તે અનુસાર ઉક્ત વિસ્તારોમાં પાણી દૂષિત હોવાની નોંધ કરવામાં આવી છે. જૂની અને ખરાબ પાણી પુરવઠાની પાઈપલાઈનને લીધે પાણીની દૂષિતતામાં વધારો થયો હોવાનું નિરીક્ષણ નોંધવામાં આવ્યું છે. દૂષિત પાણીને લીધે અતિસાર જેવી બીમારી વધી શકે છે, એમ પણ જણાવવામાં આવ્યું છે. મહાપાલિકાના વાર્ષિક પર્યાવરણ સ્થિતિ અહેવાલ (ઈએસઆર) 2020ની આંકડાવારી અનુસાર ઉક્ત વિસ્તારોમાં છેલ્લા એક વર્ષમાં પીવાના પાણીમાં દૂષિતતા વધી છે. આ સમયગાળા માટે નાગરી સંસ્થાઓ તપાસેલા કુલ 29,051 પાણીના નમૂનામાંથી 275, એટલે કે, 0.94 ટકા નમૂના દૂષિત જણાયા છે.

ઈ-કોલાય જીવાણુથી અતિસાર: પરીક્ષણ માટે જમા કરવામાં આવેલા કુલ પાણીના નમૂનામાંથી 275માં ઈ-કોલાય જીવાણુની મોજૂદગી હોવાનું જણાયું હતું. આને કારણે અતિસાર જેવી બીમારીઓ થઈ શકે છે. માપદંડ અનુસાર પીવાનું પાણી ઈ-કોલી મુક્ત હોવું જોઈએ. દૂષિત પાણી ખરાબ થયેલી અથવા જૂની પાણી પુરવઠાની પાઈપલાઈનને લીધે થયું હોવું જોઈએ, એવું નિરીક્ષણ પણ નોંધવામાં આવ્યું છે.

ક્યાં કેટલું પ્રદૂષણ
પાણીના નમૂનામાં સૌથી વધુ પ્રદૂષણ જી નોર્થ વોર્ડમાં દાદર અને ધારાવી ખાતે 3.4 ટકા નોંધવામાં આવ્યું છે. આ પછી પી સાઉથમાં ગોરેગાવ ખાતે 2.4ટકા, ટી વોર્ડમાં મુલુંડ ખાતે તે 2.3 ટકા અને એફ નોર્થમાં સાયન અને માટુંગા ખાતે 2.2 ટકા નમૂના દૂષિત જણાયા હતા. ગયા વર્ષે જી નોર્થમાં પ્રદૂષણ 1.5 ટકા હતું, જ્યારે એફ નોર્થમાં તે 0.1 ટકા હતું. આ જ રીતે પી સાઉથમાં તે 1.3 ટકા અને ટી વોર્ડમાં 0.2 ટકા હતું એમ અહેવાલમાં જણાયું છે.

મુંબઈને રોજ 3850 મિલિયન લિટર પાણી
મહાપાલિકા દ્વારા મુંબઈને રોજ 3850 મિલિયન લિટર પાણી પુરવઠો કરવામાં આવે છે. મહાપાલિકાનાં 27 સેવા જળાશય છે, જેમાંથી હાઉસિંગ સોસાયટીઓ, વ્યાવસાયિક આસ્થાપનાઓ અને ઝૂંપડપટ્ટીઓમાં પાણી પુરવઠો કરવામાં આવે છે. મુંબઈમાં 4 લાખથી વધુ પાણીનાં મીટરનાં કનેકશન છે.

અન્ય સમાચારો પણ છે...