સાવધાન:લોકડાઉનમાં સાઈબર ગુનેગારો સક્રિયઃ નવી મોડસ ઓપરેન્ડીઓનો પર્દાફાશ

મુંબઈ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સાઈબર ઠગોની અનેક તરકીબોથી સાવધાન રહેવા માટે IGનો અનુરોધ

કોરોના મહામારીને લઈને લોકડાઉનમાં સાઈબર ગુનેગારોએ નાગરિકોની ઓનલાઈન આર્થિક છેતરપિંડી કરવા માટે અનેક તરકીબો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. તેમની નવી મોડસ ઓપરેન્ડીઓનો પર્દાફાશ કરતાં રાજ્યના સાઈબર વિભાગના વિશેષ આઈજી યશસ્વી યાદવે નાગરિકોને સાવધાન રહેવા માટે અનુરોધ કર્યો છે.મોડસ ઓપરેન્ડી વિશે સમજાવતાં તેમણે જણાવ્યું હતું કે જો એમેઝોન ગિફ્ટ કુપન ખરીદી કરશો તો તેની રકમ કોરોનાગ્રસ્તના ઉપચાર માટે વપરાશે એવો મેસેજ અથવા ઈમેઈલ આવે અને એમેઝોન.કોમ જેવી ફેક લિંક આવે તેની પર ક્લિક કરતાં બેન્ક ખાતાની માહિતી, પિન નંબર સહિત પૂછવામાં આવે છે, જેના થકી ઠગાઈ કરી શકે છે.

લિંક પર ક્લિક કરીને તે રિડીમ કરો એવો મેસેજ પણ આવી શકે છે
ઘેરબેઠાં કામ કરીને પૈસા કમાણી કરો એવો મેસેજ આપનાર એમેઝોન.કોમ જેવી લિંક પર ક્લિક કરશો તો તેમાં પણ બેન્ક ખાતા સંબંધી માહિતી મેળવીને ઠગાઈ કરવામાં આવી શકે છે. આ જ રીતે મોબાઈલ, પુસ્તકો, અન્ય ઘરગથ્થુ વસ્તુઓ, પાલતુ જનાવરો વેચવા છે એવી જાહેરાત અપાય છે. આ માટે એમેઝોન.કોમ અથવા ઈડપોર્ટલ જેવી દેખાતી ફેક લિંક પર કરશો નહીં. અમુક વાર ઓફિસના ઉપરી અધિકારીને નામે તમારે માટે એમેઝોન ગિફ્ટ કાર્ડ ખરીદી કરાયું છે. આ સાથેની લિંક પર ક્લિક કરીને તે રિડીમ કરો એવો મેસેજ પણ આવી શકે છે, જેની પર ક્લિક કરતાં પણ ઠગાઈ થઈ શકે છે.

વેબસાઈટ www.cybercrime.gov.in પર માહિતી આપો
આ જ રીતે તમારો ટેક્સ ભરવાનો બાકી છે. આ જોડેને લિંક પર ક્લિક કરીને અમુક તારીખ સુધી તે નહીં ભરો તો કડક કાર્યવાહી થશે એવું કહેવામાં વે છે. તે માટે સરકારી કર ભરવાની લિંક જેવી જ આબેહૂબ ફેક લિંક અપાય છે. આવા ઈમેઈલ અથવા મેસેજ અથવા ફોન આવે તો તુરંત વિશ્વાસ મૂકશો નહીં. હાલના સમયમાં ઘેરબેઠાં કમાણી કરો એવા મેસેજ પર પણ વિશ્વાસ નહીં રાખો, ઓનલાઈન ખરીદી કરવા સમયે સતર્ક રહો. ઈન્ટરનેટ પરની બધી જ માહિતી સાચી હોય એવું જરૂરી નથી. ગિફ્ટ કાર્ડ કુપનના મેસેજથી સાવધાન રહો. જો આવી કોઈ પણ આર્થિક ઠગાઈ થઈ હોય તો નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવો અને વેબસાઈટ www.cybercrime.gov.in પર માહિતી આપો, એવો અનુરોધ તેમણે કર્યો છે.

રાજ્યમાં 518 ગુના દાખલ
લોકડાઉનમાં રાજ્યમાં 518 સાઈબર ગુના દાખલ કરાયા છે, જેમાં 40 એનસી છે. આ સંબંધે 273 જણની ધરપકડ કરાઈ છે. આમાં 198 ગુના વાંધાજનક મેસેજ ફોર્વર્ડ કરવાના, 216 ગુના વાંધાજનક ફેસબુક પોસ્ટ શેર કરવા માટે, ટિકટોક વિડિયો શેર માટે 28, ટ્વિટર પર વાંધાજનક ટ્વિટ માટે 11 ગુના, ઈન્સ્ટાગ્રામ પર ખોટી પોસ્ટ માટે 4, અન્ય સોશિયલ મિડિયાના ઉપયોગ માટે 61 ગુના દાખલ કરાયા છે. 108 વાંધાજનક પોસ્ટ ટેકડાઉન કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...