પોસ્ટ વિવાદ:રાષ્ટ્રવાદી કોંગ્રેસના પ્રમુખ શરદ પવાર વિરુદ્ધ વાંધાજનક પોસ્ટ પ્રકરણમાં અભિનેત્રીને કસ્ટડી

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • થાણે કોર્ટમાં જામીન માટે અરજી
  • ગોરેગાવ પોલીસ કબજો લેવા સજ્જ

રાષ્ટ્રવાદી કોંગ્રેસના પ્રમુખ શરદ પવાર વિરુદ્ધ વાંધાજનક પોસ્ટ કરવા સંબંધે મરાઠી ફિલ્મ અને ટીવી અભિનેત્રી કેતકી ચિતળેને 14 દિવસની ન્યાયિક કસ્ટડી ફટકારવામાં આવી છે. કેતકીની બુધવારે પોલીસ કસ્ટડી પૂરી થતાં તેને ફરીથી કોર્ટમાં હાજર કરાઈ હતી. કોર્ટે તેને દિલાસો આપવાનો ઈનકાર કરીને ન્યાયિક કસ્ટડી આપી છે.

આથી કેતકીની મુશ્કેલી વધી છે. તેણે થાણે કોર્ટમાં જામીન માટે અરજી કરી છે, જ્યારે ગોરેગાવ પોલીસે તેનો કબજો લેવાની તૈયારી કરી છે.ગત સુનાવણીમાં કેતકીએ પોતે જ કોર્ટમાં દલીલો કરી હતી. કેતકીને કોર્ટમાં હાજર કર્યા પછી તપાસ માટે તેને પાંચ દિવસની કસ્ટડી આપવામાં આવે એવી માગણી થાણે ક્રાઈમ બ્રાન્ચે કરી હતી. જોકે કોર્ટે ત્રણ દિવસની કસ્ટડી આપી હતી.

પવાર વિરુદ્ધ વાંધાજનક પોસ્ટ કેતકીએ શેર કરી હતી. ઉપરાંત સંત તુકારામના નામનો ઉલ્લેખ કરીને બદનામી કરી હતી. આ સંબંધે કેતકીની મુશ્કેલી વધી છે, કારણ કે રાજ્યમાં 16થી વધુ પોલીસ સ્ટેશનમાં તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સર્વપક્ષી રાજકીય નેતાઓએ પણ કેતકીની પોસ્ટનો વિરોધ કર્યો છે.

ગત સુનાવણીમાં કેતકીએ દલીલ કરવા માટે વકીલની મદત લીધી નહોતી. તેણે પોતે કોર્ટમાં દલીલ કરી હતી. તેણે કોર્ટને કહ્યું, તે પોસ્ટ મારી નથી, મેં તે સોશિયલ મિડિયા પરથી કોપી કરીને પોસ્ટ કરી હતી. સોશિયલ મિડિયા પર ભાવના વ્યક્ત કરવાનું શું ગુનો છે? એવો પ્રશ્ન તેણે કર્યો હતો. ઉપરાંત હું પોસ્ટ ડિલીટ નહીં કરીશ, મારો તે અધિકાર છે, એમ પણ તેણે કોર્ટમાં જણાવ્યું હતું.

કેતકી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 500, 505 (2), 501 અને 153 એ અંતર્ગત કલવા પોલીસ સ્ટેશનમાં સૌપ્રથમ ગુનો કરવામાં આવ્યો હતો. આ પછી પુણે, પિંપરી- ચિંચવડ, ધુળે, સિંધુદુર્ગ, અકોલા, ગોરેગાવ, નાશિક, પવઈ, પુણે, અમરાવતી સહિત 16થી વધુ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...