તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ટાઈમ મેનેજમેન્ટની બાબતમાં આખી દુનિયામાં દાખલારૂપ બનેલા મુંબઈના ડબ્બાવાળાનો પોતાનો ટાઈમ ખરાબ ચાલી રહ્યો છે. મહામારીને લીધે ટિફિન સેવા ચાહતા ગ્રાહકો ઓછા થવાથી પોતાની ભૂખ સંતોષવાનાં પણ ફાંફાં થઈ જતાં ડબ્બાવાળાઓએ હવે ખેતીમાંથી સીધી આવેલી શાકભાજીઓ વેચવાનું નક્કી કર્યું છે.મહામારીને લીધે સ્થિતિ સાવ બદલાઈ ગઈ છે. આજે અમારે પોતાનું અને પરિવારનું પેટ ભરવાનાં ફાંફાં થઈ ગયાં છે. આથી આવક માટે નવી રીત શોધવાનું જરૂરી બની ગયું છે. વળી, વર્ષોથી ટિફિનસેવા થકી ગ્રાહકોનો વિશ્વાસ જીત્યો છે તેનો અમને સાથ છે. આથી અમે ખેતીમાંથી આવતી શાકભાજીઓ ગ્રાહકોને ઘેર ઘેર પહોંચાડવાનો ધંધો શરૂ કરવાનું નક્કી કર્યું છે, એમ મુંબઈના ટિફિન બોક્સ સપ્લાયર્સ એસોસિયેશનના પ્રવક્તા વિશુ કાલડોકેએ જણાવ્યું હતું.
ડબ્બાવાળા મૂળ ખેડૂતો જ છે, જેઓ વર્ષો પૂર્વે શહેરમાં હિજરત કરીને આવ્યા હતા. અમારા અમુક સભ્યો પાસે આજે પણ ખેત જમીનો છે. મહામારી પછી ટિફિન સેવાના લેવાલ ઓછા થતાં અમે નવો ધંધો વિચારી કાઢ્યો છે. અમે પશ્ચિમ મહારાષ્ટ્રમાં 19 ખેડૂત સંગઠનોને મળ્યાં છીએ. તેમણે અમને ધંધો શરૂ કરવા માટે ટેકો આપવાની ખાતરી આપી છે. આથી અમે તેમની પાસેથી શાકભાજી લઈને સીધા ગ્રાહકોને પહોંચાડીશું. તેમાં ગ્રાહકો અને ખેડૂતોને લાભ સાથે અમારી પણ આવક ઊભી થશે, એમ તેમણે જણાવ્યું હતું.ઓક્ટોબરમાં અમને લોકલ ટ્રેનમાં પ્રવાસની છૂટ આપવામાં આવી, પરંતુ ધાર્યો પ્રતિસાદ મળ્યો નથી.
ઘણી બધી ઈમારતો અને ઓફિસોમાં હજુ પણ અમને પ્રવેશ અપાતો નથી. અમારા ઘણા બધા ગ્રાહકો ઘરેથી કામ કરી રહ્યા છે. આને કારણે અમારા 5000 નોંધણીકૃત ડબ્બાવાળામાંથી ફક્ત 450 પાસે ટિફિન સેવાનું કામ બચ્યું છે. કોવિડ પૂર્વે દરેક ડબ્બાવાળા દિવસમાં 20-25 ડબ્બા પહોંચાડતા હતા, જે સંખ્યા હવે પાંચથી પણ ઓછી છે. બાંદરા કુર્લા કોમ્પ્લેક્સમાં ઓફિસોમાં 100 ડબ્બાવાળા કાર્યરત હતા. આજે ફક્ત પાંચથી છ જ ડબ્બાવાળા પાસે કામ છે.કોવિડ-19 પછી અમારા ઘણા બધા સભ્યો પશ્ચિમ મહારાષ્ટ્રમાં હિજરત કરી ગયા હતા.
દરમિયાન જૂનમાં નિસર્ગ ચક્રવાતે પશ્ચિમ મહારાષ્ટ્રમાં અનેક ડબ્બાવાળાને બેઘર કરી નાખ્યા. નવેમ્બરમાં કમોકમી વરસાદને કારણે અમુક ડબ્બાવાળાઓએ લોકડાઉન દરમિયાન વાવેલા પાકને નુકસાન કર્યું. ઘણા ડબ્બાવાળાના સંતાને નોકરી ગુમાવી દીધી છે. આમ, તેમની આફત વધતી જ જાય છે.
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.