તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેસ્ક્યુ:બોઆ સાપે 36 બચ્ચાઓને જન્મ આપતા કુતૂહલ સર્જાયું

મુંબઇ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માદા એક સાથે 6 થી 63 બચ્ચાઓને જન્મ આપે છે

ઔરંગાબાદ જિલ્લામાં શેલદરા ખાતે કૂવામાં ઝેરી સાપ મળવાથી ગામવાસીઓમાં ભય ફેલાયો હતો. એ પછી સર્પમિત્ર સિદ્ધાર્થ કાળેને બોલાવવામાં આવ્યો. એણે ગણતરીની મિનિટોમાં બોઆ પ્રજાતીના આ સાપને કૂવાની બહાર કાઢીને જીવનદાન આપ્યું. બીજા દિવસે આ સાપે 36 બચ્ચાઓને જન્મ આપતા ગામવાસીઓને જોણું થયું હતું.

શેલદરા ગામના મારુતી પાટીલ આગલાવેએ કૂવામાં ઝેરી સાપ જોયો. એ સમયે સર્પમિત્ર સિદ્ધાર્થ કાળેએ ત્યાં પહોંચીને સાપને કૂવામાંથી બહાર કાઢ્યો હતો. તેની પાસે વાહન ન હોવાથી આ સાપ એક દિવસ ઘરે રાખવો પડ્યો હતો. બીજા દિવસે વન વિભાગના જંગલમાં સાપને છોડવા જતા મોટી બરણીમાં બચ્ચાઓ દેખાયા હતા. સિદ્ધાર્થે બહાર કાઢીને ગણતા 36 બચ્ચાઓ હતા. આ સાપ વિશે માહિતી આપતા એણે જણાવ્યું કે બોઆ પ્રજાતીના સાપ ઝેરી હોય છે. એની સરેરાશ લંબાઈ 3 ફૂટ 3 ઈંચ અને મહત્તમ લંબાઈ 5 ફૂટ 11 ઈંચ હોય છે.

અન્ય સમાચારો પણ છે...