તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમસ્યા:લોકડાઉનની ઘોષણા પછી રેલવે સ્ટેશનોમાં ગામ જવા શ્રમિકોના ટોળેટોળા ઉમટી પડ્યા

મુંબઈ11 દિવસ પહેલા
 • કૉપી લિંક

મુંબઈ સહિત રાજ્યમાં કર્ફ્યૂ, જમાવબંધી અને શનિવાર-રવિવારે સંપૂર્ણ લોકડાઉનની ઘોષણા થયા પછી હવે શ્રમિકો ગામ પાછા જઈ રહ્યા છે. કામદારો અને શ્રમિકોના ટોળેટોળા ગામ પાછા જઈ રહ્યા છે. એના લીધે મેટ્રોના કામ, પુલોનું મેઈનટેનન્સ અને રિપેરીંગ, પાયાભૂત સુવિધાઓના કામ ફરીથી ઘોંચમાં પડે એવી શક્યતા ઊભી થઈ છે. લોકમાન્ય ટિળક ટર્મિનસ, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, બાન્દરા ટર્મિનસ, મુંબઈ સેંટ્રલ, બોરીવલી, થાણે, પનવેલ, કલ્યાણ સ્ટેશનોમાં કામદારોની ગિરદી જોવા મળી રહી છે. આગામી એકાદ મહિનો સલૂન, રેસ્ટોરંટ્સ, થિયેટરો, મોલ બંધ રહેશે.

મુંબઈ જેવા મોંઘા શહેરમાં આવક ન હોવાથી દરરોજની ખાધાખોરાકીની સમસ્યા નિર્માણ થાય છે. ગુજરાનની આ સમસ્યાના ઉકેલ માટે કામદારો ફરીથી ગામ જઈ રહ્યા છે. રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન નથી છતાં કોરોનાનું સંક્રમણ રોકવા માટે કેટલીક બાબતો પૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાછલું સમગ્ર વર્ષ આર્થિક સમસ્યા વર્તાઈ છે.

હવે ફરીથી લોકડાઉન કરવાની સરકારની સૂચના છે. એનું પાલન કરતા કામદારોને પગાર વિના રજા આપવામાં આવી છે. રેલવે સ્ટેશનો અને પરિસરમાં ગિરદી થઈને કાયદો અને સુવ્યવસ્થા જાળવવા રેલવે પોલીસ અને રેલવે સુરક્ષા દળે મનુષ્યબળ તૈનાત કર્યા છે. સ્ટેશનોમાં ગિરદી ન થાય એનું ધ્યાન આ યંત્રણા દ્વારા રાખવામાં આવી રહ્યું છે.

મેટ્રોના કામ રખડશે?
મુંબઈની લોકલના વિકલ્પ તરીકે ઊભા કરવામાં આવતી મુંબઈ મેટ્રોને લોકડાઉનનો ફટકો પડવાની શક્યતા છે. મેટ્રો-2એ અને મેટ્રો-7 માટે મહિનામાં પરીક્ષણ લેવાનું નિયોજન એમએમઆરડીએએ કર્યું હતું. પણ શ્રમિકો જ ગામ પાછા જઈ રહ્યા હોવાથી પરીક્ષણ રખડી પડશે કે શું એવો પ્રશ્ન ઊભો થયો છે. આ પહેલાં જાન્યુઆરી 2021, માર્ચ 2021માં પરીક્ષણ કરવાની તૈયારી પ્રશાસને કરી હતી. શ્રમિકો પાછા ગામ ગયા હોવાથી મેટ્રોના કામ બંધ પડશે નહીં. મેટ્રોનું પરીક્ષણ પૂર્વનિયોજિત ટાઈમટેબલ અનુસાર મે મહિનામાં જ થશે એવો દાવો એમએમઆરડીએએ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો