• Gujarati News
  • Local
  • Mumbai
  • Criticized Amrita In A Program On The Occasion Of Maharashtra Day And Said I Thought Only One Person Sings

ઠાકરેનો ટોણો:મહારાષ્ટ્ર દિનના અવસરે એક કાર્યક્રમમાં અમૃતાની ટીકા કરી અને કહ્યું મને લાગતું હતું કે ફક્ત એક જ વ્યક્તિ ગાય છે

મુંબઈ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમૃતા ફડણવીસે જવાબમાં કહ્યું, ઠાકરેનાં પત્નીનો ભાઈ પણ અબજોપતિ

મહારાષ્ટ્ર વિધાનસભાના વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસનાં પત્ની અમૃતા ફડણવીસ છેલ્લા કેટલાક દિવસોથી સતત મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેની ટીકા કરી રહ્યાં છે. આથી ઠાકરેએ મહારાષ્ટ્ર દિનના અવસરે એક કાર્યક્રમમાં અમૃતાની ટીકા કરી હતી. આજ સુધી મને લાગતું હતું કે ફક્ત એક જ વ્યક્તિ ગાય છે, એમ મુખ્ય મંત્રીએ નામ લીધા વિના અમૃતા પર નિશાન સાધ્યું હતું.

નોંધનીય છેકે અમૃતા ગાયિકા પણ છે.આ પછી અમૃતાએ ટ્વિટર દ્વારા પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો અને મુખ્ય મંત્રીની ટીકા કરી છે. અમૃતાએ ટ્વીટ કર્યું કે, મને પણ આઘાત લાગ્યો, મને લાગતું હતું કે તમે જ અબજોપતિ છો. હવે ખબર પડી છે કે તમારાં પત્નીનો ભાઈ પણ અબજોપતિ છે. તમને મળીને આનંદ થયો.

આ સાથે અમૃતાએ ઠાકરેને પણ ટેગ કર્યા છે.અમૃતાના આ ટ્વીટ પર બોલતાં મુંબઈનાં મેયર કિશોરી પેડણેકરે કહ્યું છે કે ઠાકરે પરિવાર વિરુદ્ધ વાત કરવા પર પ્રસિદ્ધિ મળે છે. અમે આને મજાક તરીકે જોઈએ છીએ. અમે આવી વાતો તરફ જોતાં પણ નથી.

મુખ્ય મંત્રીએ શું કહ્યું હતું?
મહારાષ્ટ્ર દિવસ નિમિત્તે ઠાકરે સરકારે મહાઉત્સવ નામના કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં પોલીસ કર્મચારીઓ, મંત્રાલયના કર્મચારીઓ તેમ જ આઇએએસ અધિકારીઓએ પણ આ મંચ પર પોતાની કલા રજૂ કરી હતી. આ તહેવાર નિમિત્તે ઠાકરેએ અમૃતાનું નામ લીધા વિના ટોણા માર્યા હતા. ઠાકરેએ કહ્યું, આદિત્યએ મને કહ્યું હતું કે મુખ્ય સચિવ મનુકુમાર શ્રીવાસ્તવ સારું ગાય છે. મને લાગતું હતું કે આજ સુધી ફક્ત એક જ વ્યક્તિ ગાઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...