રાજ્યની આંગણવાડીઓમાં બાળકોને પોષક આહારના માધ્યમથી આપવામાં આવતી ચિક્કી અને અન્ય સામગ્રીની ખરીદીમાં ભ્રષ્ટાચાર પ્રકરણે હજી ગુનો શા માટે દાખલ કરવામાં આવ્યો નથી? એવો સવાલ મુંબઈ હાઈ કોર્ટે રાજ્ય સરકારને કર્યો હતો. એફડીએના અધિકારીઓ પેંડા અને બરફી સંબંધિત પ્રકરણોમાં વ્યસ્ત છે પણ અહીં નાના બાળકોના આહાર સંબંધિત ગંભીર પ્રશ્નો પર ગુના દાખલ કરવામાં આવતા નથી? એવા શબ્દોમાં હાઈ કોર્ટે ટીકા કરીને ત્રણ અઠવાડિયા માટે સુનાવણી મોકૂફ રાખી હતી.
કથિત ચિક્કી ભ્રષ્ટાચાર પ્રકરણે તપાસ કરવા સંદર્ભમાં હાઈ કોર્ટમાં 2015માં કેટલીક જનહિત અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં તત્કાલીન મહિલા અને બાળવિકાસ મંત્રી પંકજા મુંડે પર ચોક્કસ કોન્ટ્રેક્ટરને સંબંધિત ચિક્કી, પોષણ આહાર અને અન્ય વસ્તુઓ પૂરી પાડવા માટે નિયમબાહ્ય પદ્ધતિથી કોન્ટ્રેક્ટ આપ્યાનો આરોપ કરવામાં આવ્યો છે. આ કોન્ટ્રેક્ટ આપતા ટેંડરની પ્રક્રિયાનું પાલન પણ કરવામાં આવ્યું નથી એવો આરોપ પણ કરવામાં આવ્યો હતો.
આ અરજીઓ પર ઘણાં મહિનાઓ પછી મુખ્ય જજ દીપાંકર દત્તા અને જજ ગિરીશ કુલકર્ણીની ખંડપીઠ સમક્ષ સુનાવણી પાર પડી હતી. નાના બાળકોને હલકા દરજ્જાની ચિક્કી આપવામાં આવી. એના માટે નિયમ કોરાણે મૂકીને રૂ. 24 કરોડનો કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો હતો. આ ચિક્કીના નમૂના પ્રયોગશાળામાં ટેસ્ટ માટે આપવામાં આવ્યા ત્યારે એમાં માટી, રેતી મળી આવી. આ બાબત પર અરજદારે કોર્ટનું ધ્યાન ખેંચતા 2015માં આ પ્રકરણે વચગાળાનો આદેશ આપતા આ સંદર્ભના તમામ કરાર તેમ જ પુરવઠાદારોના બિલને સ્ટે આપવામાં આવ્યો હોવાનું કોર્ટને જણાવવામાં આવ્યું હતું.
પુરવઠાદાર ગેરલાયક હોય તો એ બાબતે તપાસ કરવી જરૂરી : આ કોન્ટ્રેક્ટ રાજ્ય સરકારના જીઆર વિરુદ્ધ અથવા ઉલ્લંઘન કરીને આપવામાં આવ્યો હતો કે? એવો સવાલ હાઈ કોર્ટે કર્યો હતો. 1992માં આ સંદર્ભે એક જીઆર જારી કરવામાં આવ્યો હતો. એ અનુસાર કોઈ પણ કરાર કરતા એક પ્રક્રિયા કરવાની જોગવાઈ નોંધ કરવામાં આવી હોવાનું અરજદાર તરફથી જણાવવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.