ઉત્પાદન ખર્ચમાં બેહદ વધારો થવાથી અને તેના પરિણામે, છેલ્લા બે વર્ષમાં સપ્લાય ખોરવાઈ જવાથી દેશનો કોરૂગેટેડ બૉક્સ ઉદ્યોગ સંકટમાં આવી પડ્યો છે. તાજેતરના મહિનાઓમાં ક્રાફ્ટના તમામ ગેડના ભાવ લગભગ 25 ટકા જેટલા વધી ગયા છે. આથી છેલ્લાં ૨ વર્ષોમાં કિલોદીઠ રૂ. 20નો કુલ વધારો થવા પામ્યો છે.
ઈન્ડિયન કોરૂગેટેડ કેસ મેન્યુફેક્ચરર્સ ઍસોસિયેશન (ઈકમા)ના પ્રમુખ સંજય રાજગરિયાએ જણાવ્યું હતું કે ક્રાફ્ટ પેપર મિલોની મુખ્ય કાચી સામગ્રી આયાતી વેસ્ટ કટિંગ છે. છેલ્લાં બે વર્ષોમાં આના ભાવ ત્રણ ગણાથી વધુ વધી ગયા છે. મેટ્રિક ટન દીઠ ભાવ જે અગાઉ 100 યુએસ ડૉલર હતા તે વધી હવે 330 યુએસ ડૉલર થઈ ગયા છે. કન્ટેઈનર ફ્રેઈટ ચારગણા વધી ગયા છે અને લૉજિસ્ટિક ભંગાણના કારણે સ્ટોકની સ્થિતિ વણસી છે. આયાતી વેસ્ટ કટિંગ્સ ના ભાવવધારાની સાથોસાથ દેશી વેસ્ટ પેપરના ભાવો પણ વધ્યા છે આથી બળતામાં ઘી હોમાયું છે.
આ ઉપરાંત છેલ્લા બજેટમાં સરકારે તમામ પ્રકારના વેસ્ટ કટિંગની આયાત પર 2.5૫ ટકા કસ્ટમ ડ્યુટી લાદી દીધી છે.ઇકમાના પ્રેસિડેન્ટ-એમિરેટ્સ કિરીટ મોદીએ જણાવ્યું છે કે બૉક્સ યુનિટોની કન્વર્ઝન કોસ્ટ લગભગ ૫૦ ટકા જેટલી વધી ગઈ છે. કોરૂગેટેડ બૉક્સ પરના જીએસટીના દર તા. 1 ઑક્ટોબર 2021થી 12 ટકાથી વધી 18 ટકા થઈ ગયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.