સંકટ:મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ડ્રોન દ્વારા હુમલાનું સંકટઃ સાઈબર સેલ સક્રિય

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંરક્ષણ યંત્રણા દ્વારા હુમલા બાબતનો સંવાદ આંતર્યો

જમ્મુ- કાશ્મીર અને પંજાબમાં ડ્રોન હુમલાનો ભય વ્યક્ત કરવામાં આવે છે, પરંતુ મુંબઈ અને મહારાષ્ટ્રમાં ડ્રોન હુમલા બાબતનો સંવાદ સંરક્ષણ યંત્રણાઓએ આંતર્યા પછી પોલીસ યંત્રણા સતર્ક બની છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં આવું કશું પણ બને તો એન્ટી- ડ્રોન યંત્રણા નથી, જેને કારણે સાઈબર પોલીસ સક્રિય બની હોવા છતાં ચિંતા પણછે.મુંબઈના હચમચાવી નાખનારું ડાર્ક નેટનું કાવતરું ફરી એક વાર સામે આવ્યું છે. જમ્મુ- કાશ્મીર અને પંજાબમાં ડ્રોનને લીધે સંભવિત ભય બાબતે કાયમ બોલવામાં આવે છે.

જોકે હવે સંરક્ષણ યંત્રણાઓએ મુંબઈ અને મહારાષ્ટ્રમાં ડ્રોન હુમલા બાબતનો સંવાદ આંતર્યો છે. આથી ગંભીર બાબત એ છે કે ભવિષ્યમાં આવું કશું પણ બને તો મહારાષ્ટ્રમાં એન્ટીડ્રોન સિસ્ટમ નથી. મહારાષ્ટ્ર સાઈબર સેલના આઈજી યશસ્વી યાદવે જણાવ્યું હતું કે આતંકવાદીઓ દ્વારા ડ્રોન હુમલા, રાસાયણિક હુમલા અને સાઈબર હુમલા વિશે ડાર્ક નેટ પર સંવાદ કરતાં આંતરવામાં આવ્યા છે. પૃષ્ઠભાગના નેટવર્કની તુલનામાં ડાર્ક નેટ 99 ટકા છે. ટોર બ્રાઉઝર ડાર્ક નેટમાં વપરાય છે, જે સહજ પકડમાં આવતો નથી, કારણ કે તેમાં અનેક પ્રોક્સી બાઉન્સિંગનો વપરાશ થાય છે.

દરમિયાન મુંબઈ સહિત અન્ય મહત્ત્વનાં શહેરો પર ડ્રોન હુમલા બાબતે અનેક વાર એલર્ટ આપવામાં આવે છે.મહારાષ્ટ્રમાં વહેલી તકે ડ્રોન વિરોધી યંત્રણા ગોઠવવાનું જરૂરી છે. ડ્રોન હુમલામાં 20 કિમીથી 30 કિમી અંતર પરથી હુમલા કરવામાં આવી શકે છે. ડ્રોન પર પેલોડ ગોઠવી શકાય છે. ઉપરાંત તેમને બેકટ્રેક કરવાનું બહુ આસાન નથી. જો એકાદ ગુનેગાર મોબાઈલ ફોન વાપરે તો તેનો આઈએમઈઆઈ નંબર શોધી શકાય છે, પરંતુ ડોન પાછળ રાખીને ગુનેગારની શોધ લગાવી શકાય નહીં.

સાઈબર સિક્યુરિટી વધારવા રૂ. 900 કરોડ : ઉપરાંત સાઈબર ગુના અથવા સાઈબર આતંકવાદનું વધતું જોખમ ધ્યાનમાં લેતાં હવે મહારાષ્ટ્ર આખા દેશનું એવું પ્રથમ રાજ્ય બનશે જે અલગ અલગ સાઈબર સેલ માટે નોડલ એજન્સીનો પ્રકલ્પ લઈને આવી રહ્યું છે. મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ વલસે પાટીલે જણાવ્યું છે કે સાઈબર સિક્યુરિટી નામે આ પ્રકલ્પ માટે આશરે રૂ. 900 કરોડનું બજેટ રાખવામાં આવ્યું છે.

સાઈબર એટેકર્સ શું કરી શકે છે
સાઈબર ક્રાઈમ સાથે સંબંધિત પ્રકરણોની તપાસ કરનારા અધિકારીઓને વિશ્વાસ છે કે સાઈબર ક્રાઈમ આખી દુનિયામાં ત્રણ ટ્રિલિયનની અર્થવ્યવસ્થા છે. સાઈબર એટેકર્સ કેટલા જોખમી હોઈ શકે છે તે કહેવાનું હોય તો લોક ટ્રેન સિગ્નલિંગ સિસ્ટમ હેક કરીને ટ્રેન્સનો અકસ્માત સર્જી શકે છે. જળ શુદ્ધિકરણ કેન્દ્રમાં પાણીમાં ઝેર ભેળવી શકે છે. આ ધ્યાનમાં રાખીને હવે મહારાષ્ટ્ર સરકાર દેશમાં સૌપ્રથમ સાઈબર સુરક્ષા પ્રકલ્પ લાવી રહી છે, એમ વલસે પાટીલે જણાવ્યું હતું. આશરે રૂ. 900 કરોડનો આ પ્રકલ્પ નવી મુંબઈના મહાપે વિસ્તારમાં ઊભો કરવામાં આવશે. આ પ્રકલ્પ માટે 1 લાખ ચોપસફૂચની જગ્યા લેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...