કાર્યવાહી:નકલી સ્માર્ટ કાર્ડ બનાવી આપતા ગુનેગાર ઝડપાયા

મુંબઇએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાહનનાં જૂના સ્માર્ટ કાર્ડ ખરીદી કરીને તેની પરનું લખાણ કેમિકલથી ભૂંસીને સ્ક્રીન પ્રિન્ટિંગ દ્વારા છપાઈ કરીને વિવિધ પ્રાદેશિક પરિવહન કાર્યાલય (આરટીઓ)નાં સ્માર્ટકાર્ડ (આરસી બુક) નોંધણી પ્રમાણપત્ર બનાવી આપતા આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-12એ ઝડપી લીધા છે. આરોપીમાં કાંદિવલી પશ્ચિમના મારુતિ ચોક રૂમ 5માં રહેતી જયેશ ગોપાલજી મહેતા (50) અને આદર્શ નગરમાં રહેતા અવિનાશ રાજારામ બોરકર (40)નો સમાવેશ થાય છે.વિશ્વસનીય માહિતીને આધારે બંનેને દહિસર ઈસ્ટ સ્ટેશનની બહારથી ઝડપી લેવાયા છ. આરોપીઓ પાસેથી 18 નકલી સ્માર્ટ કાર્ડ, સ્ક્રીન પ્રિન્સિંગનું સાહિત્ય, મોબાઈલ સહિત મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યાં છે. તેઓ રાજ્યના અન્ય આરટીઓ કાર્યાલય પણ સ્માર્ટકાર્ડ બનાવતા હોવાનું જણાયું છે. આ પૂર્વે પણ નકલી દસ્તાવેજો બનાવવા સંબંધે ટિળકનગર, ભાંડુપ, સમતાનગર પોલીસમાં આરોપીઓ સામે ગુના દાખલ છે, જે અંગે વધુ તપાસ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...