તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અભિનેતા સંદીપ નાહર તેના ગોરેગાંવ નિવાસસ્થાને મૃતાવસ્થામાં મળી આવ્યાના બે દિવસ પછી મુંબઈ પોલીસે તેની પત્ની અને સાસુ વિરુદ્ધ આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો ગુનો દાખલ કર્યો છે. સંદીપની પત્ની કંચન શર્માએ પતિને ઘરના બેડરૂમમાં સીલિંગ ફેન સાથે ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોયો હતો. સંદીપને ગોરેગાંવની એસવીઆર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો. પોલીસે સંદીપની પત્ની, પિતા, ભાઈ અને સાસુ-સસરાનાં નિવેદનો નોંધ્યાં છે.
મૃત્યુના ગણતરીના કલાક પૂર્વે ફેસબુક પર મૂકેલી ચાર પાનાંની લાંબી સુસાઈડ નોટમાં સંદિપે તેની મુશ્કેલીમાં પડેલા લગ્નજીવન વિશે નોંધ કરી હતી. તેણે લખ્યું હતું કે તેને અસંખ્ય વ્યક્તિગત અને વ્યાવસાયિક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. પત્ની કંચન શર્મા સાથે લગભગ દરરોજ ઝઘડા થતા હતા અને પત્ની અને સાસુ બ્લેકમેઈલ કરતી હોવાનો આરોપ લગાવ્યો હતો. સોશિયલ મિડિયા પર તેના મોત અંગે પોસ્ટ કરેલા વિડિયો બાદ તેના આ અકાઉન્ટ પર મુંબઈ પોલીસની સાઈબર સેલની નજર છે.
પોલીસે જણાવ્યું કે સંદીપે સોમવારે તેના મૃત્યુના ત્રણ કલાક પહેલાં ફેસબુક એકાઉન્ટ પર સુસાઈડ નોટની સાથે એક વિડિયો પણ અપલોડ કર્યો હતો અને તેમાં આત્મહત્યા કરવા અંગેનાં કારણો સાથે વિગતવાર પોસ્ટ કરી હતી. પત્ની અને સાસુ સાથે વ્યાવસાયિક સ્તરે બોલીવૂડમાં તેની સાથે રાજકીય રમત રમવામાં આવતી હતી એમ પણ જણાવ્યું હતું. સંદીપે સ્વર્ગસ્થ સુશાંત સિંહ રાજપૂત સાથે એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરી અને અક્ષય કુમાર અભિનિત ફિલ્મ ‘કેસરી’માં કામ કર્યું હતું.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.