તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:નેહરુ-ગાંધી પરિવાર પર ટિપ્પણી બદલ પાયલ રોહતગી વિરુદ્ધ ગુનો

મુંબઈ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમાજમાં વેરઝેર પેદા કરતી હોવાનો આરોપ

ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ અને ગાંધી પરિવાર વિશે વાંધાજનક ટિપ્પણી કરતો વિડિયો બનાવવા અને સોશિયલ મિડિયા પર તે વહેતો કરવા માટે અભિનેત્રી પાયલ રોહતગી વિરુદ્ધ પુણેના શિવાજીનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કેસની તપાસ હવે સાઈબર પોલીસ કરશે.

સમાજમાં વેરઝેર પેદા કરવાનો આરોપ તેની સામે મૂકવામાં આવ્યો છે. આ સંબંધે પુણે શહેર જિલ્લા કોંગ્રેસ કમિટીનાં મહામંત્રી સંગીતા તિવારીએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે પાયલ વિરુદ્ધ ભારતીય ફોજદારી સંહિતાની કલમો 153 (બે જૂથ વચ્ચે દુશ્માવટ પેદા કરવી), 500 (બદનક્ષી), 505 (2) (જાહેર ટીકાઓ કરતાં નિવેદનો) હેઠળ ગુનો દાખલ કર્યો છે.

પોલીસે આપેલી માહિતી અનુસાર અભિનેત્રી પાયલ રોહતગીએ પંડિત જવાહરલાલ નેહરુ અને ગાંધી કુટુંબ વિશે વાંધાજનક વિધાન કરતો વિડિયો અજ્ઞાત વ્યક્તિ સાથે મળીને તૈયાર કર્યો અને સોશિયલ મિડિયા પર તે વાઈરલ કર્યો હતો. સંબંધિત વિડિયોમાં પાયલે ટ્રિપલ તલાક કાયદાનો કોંગ્રેસ કુટુંબ સંપૂર્ણ વિરોધ કરી રહ્યું છે એવી ટિપ્પણી કરી છે. ઉપરાંત તેણે ગાંધી કુટુંબ સાથે અનેકો વિરુદ્ધ વાંધાજનક વિધાન કર્યું છે. આ સંબંધે તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

પાયલે એપનો ઉપયોગ કરીને વિડિયો બનાવીને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ, ભૂતપૂર્વ વડાં પ્રધાન ઈન્દિરા ગાંધી અને ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી વિશે વાંધાજનક વિધાન કર્યું હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. સમાજમા વેરઝેર કરનારું વક્તવ્ય કરવા સંબંધે પાયલ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...