તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Mumbai
  • Crime Against Former Municipal President Who Celebrated Anniversary, Gathered People In Corona Period

કાર્યવાહી:એનિવર્સરી ઊજવનાર માજી નગરપાલિકા પ્રમુખ સામે ગુનો, કોરોનાકાળમાં લોકોને ભેગાં કરી ઉજવણી કરી

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

મુંબઈ સહિત રાજ્યભરમાં મહાપાલિકાઓ અને નગરપાલિકાઓ કોરોના સામે ઝઝૂમી રહી છે ત્યારે અલીબાગમાં નગરપાલિકાની એક ભૂતપૂર્વ પ્રમુખે લોકોને ભેગા કરીને વેડિંગ એનિવર્સરીની ઉજવણી કરી હતી. આ અંગે માહિતી મળતાં પોલીસે તેની સામે ગુનો દાખલ કર્યો છે. રાયગઢ જિલ્લાના મહાડ ખાતે નગરપાલિકાની ભૂતપૂર્વ પ્રમુખ ભારતી સકપાળ અને તેના પતિ સતીશ સામે પોલીસે વેડિંગ એનિવર્સરીની ઉજવણી કરવા માટે ગુનો દાખલ કર્યો છે. તેઓ બુધવારે રાત્રે લડવલી તલ ગામમાં 25મી વેડિંગ એનિવર્સરીની ઉજવણી કરવા માટે ભેગાં થયાં હતાં, એમ મહાડ પોલીસે જણાવ્યું હતું.કથિત સ્થળે એનિવર્સરી ધામધૂમથી ઊજવવામાં આવી રહી છે. 28 જેટલા લોકો ભેગા થયા છે એવી માહિતી મળતાં પોલીસે દરોડા પાડ્યા હતા.

આ સમયે કોવિડના નિયમોની ઐસીતૈસી કરીને બધા લોકો ઉજવણી કરતા મળી આવ્યા હતા. આ સંબંધે સમારંભમાં હાજર 28 જણ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જ્યારે વિસ્તારમાં ભેગા થયેલા 50-60 લોકો સામે પણ ભારતીય ફોજદારી સંહિતાની સુસંગત કલમો, કોવિડ-19ના નિયમો અને મહારાષ્ટ્ર પોલીસ ધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હમણાં સુધી કોઈની ધરપકડ કરાઈ નથી, એમ પોલીસે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...