તપાસ:રશ્મી ઠાકરેને રાબડી દેવીની સાથે સરખાવનારા BJP નેતા સામે ગુનો

મુંબઈ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
રશ્મી ઠાકરે, અમૃતા ફડણવીસ, વિદ્યા ચવાણ - Divya Bhaskar
રશ્મી ઠાકરે, અમૃતા ફડણવીસ, વિદ્યા ચવાણ
  • BJP ITસેલના જિતેન ગજરિયાના વકીલોને શિવસેના દ્વારા ચેતવણી

મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેનાં પત્ની રશ્મી ઠાકરે વિશે વાંધાજનક ટ્વીટ કરવા પ્રકરણે સાઈબર સેલ પોલીસે ગુરુવારે ભાજપના આઈટી સેલના મહારાષ્ટ્ર પ્રભારી જિતેન ગજરિયા સામે ગુનો દાખલ કર્યો હતો. બીકેસી ઓફિસમાં સાઈબર પોલીસનાં ડીસીપી રશ્મી કરંદીકરે ગજરિયાનો જવાબ નોંધ્યો હતો. આ સમયે ઓફિસની બહાર ભાજપ યુવા મોરચાના કાર્યકરોએ ગિરદી કરી હતી. ગજરિયાના વકીલોએ પોતાના અસીલના ટ્વીટનું સમર્થન કર્યું હતું. શિવસેનાના સત્તાનો દુરુપયોગ કરીને પોલીસો પર દબાણ લાવી રહી હોવાનો આરોપ પણ તેમણે કર્યો હતો.

સરકાર આજે છે, આવતીકાલે નથી. આવતીકાલે અમારી સરકાર આવશે તો કાયદાની કાર્યકક્ષામાં રહીને કઈ રીતે કાર્યવાહી કરવી તેની અમને પણ માહિતી હોવાનો ઈશારો ગજરિયાના વકીલોએ શિવસેનાને આપ્યો હતો.મુખ્ય મંત્રીનાં પત્ની છે તેથી ટ્વીટ નહીં કરવું જોઈએ એવો કાયદો નથી. આ ટ્વીટ અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને કાયદાની કાર્યકક્ષામાં રહીને કર્યું છે. જોકે સરકારે પોલીસ પર દબાણ લાવ્યું છે. શિવસેનાના નેતાઓ પોલીસો પર ગેરકાયદેસર કામ કરાવીને ભાજપના કાર્યકર્તાની ધરપકડ કરવાના પ્રયાસ કરી રહ્યા છે. ગજરિયાએ કરેલા બંને ટ્વીટ કાયદાની કાર્યકક્ષામાં અને સભ્ય ભાષામાં છે.

તેમાં કોઈ પણ વાંધાજનક ભાષાનો ઉપયોગ કરાયો નથી. આથી અમે હવે પછી સભ્ય ભાષામાં રાજકીય ટ્વીટ કરતા રહીશું. રશ્મી ઠાકરને રાબડી દેવી કહ્યું તો શું થયું? રાબડીદેવી બિહારનાં મુખ્ય મંત્રી હતાં. તો પછી રશ્મી ઠાકરેને રાબડીદેવી કહેવામાં શું ખોટું છે, એવો સવાલ ગજરિયાના વકીલોએ ઉપસ્થિત કર્યો હતો. ગજરિયાએ એક ટ્વીટમાં રશ્મી ઠાકરેને મરાઠી રાબડીદેવી કહ્યાં હતાં. આથી વિવાદ ઊભો થયો છે.

રાષ્ટ્રવાદીએ અમૃતા ફડણવીસને ખેંચ્યાં
દરમિયાન શિવસેના અન ભાજપ વચ્ચેના આ વિવાદમાં રાષ્ટ્રવાદીએ પણ ઝંપલાવ્યું છે. રાષ્ટ્રવાદીનાં નેતા વિદ્યા ચવાણે રશ્મી ઠાકરેને કારણ વિના વિવાદમાં ખેંચવા માટે ભાજપને સંભળાવી દીધું છે. તેમણે આ વિવાદમાં અમૃતા ફડણવીસને ખેંચ્યાં છે. રશ્મી ઠાકરેને રાબડીદેવીની ઉપમા આપી હોય તો તે બહુ નસીબવાન છે. રાબડીદેવી ચૂલો, બાળકો અને ઘર સંભાળનારાં મહિલા હતાં. સારું થયું, ભાજપે રશ્મી ઠાકરેને ફડણવીસનાં પત્નીની ઉપમા નહીં આપી. અન્યથા લોકો સામે રશ્મી ઠાકરેની પ્રતિમા ડાન્સિંગ ડોલ જેવી થઈ હોત.

અમૃતાએ શું ગુણ બતાવ્યા?
ભાજપવાળાઓએ તેમના મુખ્ય મંત્રીનાં પત્નીએ શું ગુણ બતાવ્યા તે પણ ટ્વીટ કરીને કહેવું જોઈએ. રશ્મી ઠાકરેને તમે કારણ વિના રાજકીય વિવાદમાં શા માટે ઘસડી રહ્યા છો? ભાજપમાં કોણ શું છે તેની અમને બધી માહિતી છે. કોઈ પણ નેતાની પત્ની પર ટીકા કરવા કરતાં આત્મપરીક્ષણ કરો, એવી સલાહ પણ તેમણે આપી હતી.

અન્ય સમાચારો પણ છે...