શોષણ:ફિલ્મોમાં કામને નામે મોડેલ સાથે દુષ્કર્મ કરનાર પ્રસિદ્ધ ફોટોગ્રાફર વિરુદ્ધ ગુનો

મુંબઇ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 8 આરોપીમાં પ્રસિદ્ધ નિર્માતાનો પુત્ર, ટેલેન્ટ મેનેજર - નિર્માતાનો સમાવેશ

બોલીવૂડમાં મી ટૂ પ્રકરણમાં અનેક દિગ્ગજો પર ગંભીર આરોપ થયા બાદ જાગેલો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં અંધેરીમાં રહેતી એક 28 વર્ષીય મોડેલને ફિલ્મોમાં કામ આપવાને નામે તેની સાથે દુષ્કર્મ કરવા પ્રકરણ બાંદરા પોલીસે પ્રસિદ્ધ ફોટોગ્રાફર, નિર્માતાના પુત્ર, ટેલેન્ટ મેનેજર અને નિર્માતા સહિત નવ જણ સામે એફઆઈઆર દાખલ કરી છે.

આરોપીઓમાં ફોટોગ્રાફર કોલસ્ટન જુલિયન સાથે અનિરબાન બ્લાહ, નિખિલ કામત, શીલ ગુપ્તા, અજિત ઠાકુર, જેકી ભગનાની, ગુરુજ્યોત સિંહ, કૃષ્ણકુમાર, વિષ્ણુવર્ધન ઈન્દુરીનો સમાવેશ થાય છે. કોલસ્ટન સિવાયના અન્ય આઠ આરોપીમાં એક પ્રસિદ્ધ નિર્માતાનો પુત્ર, ટેલેન્ટ મેનેજર અને ફિલ્મ નિર્માતાનો સમાવેશ થાય છે. આરોપીઓની ગમે તે ઘડીએ ધરપકડ થઈ શકે છે, જેને લીધે બોલીવૂડમાં મોટો ધમાકો મચ્યો છે.ફોટોગ્રાફર વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જ્યારે અન્યો વિરુદ્ધ હુમલો કરવા સંબંધે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મુંબઈ પોલીસના જનસંપર્ક અધિકારી અને ડીસીબી ચૈતન્ય સિરીપ્રોલૂએ આ માહિતી આપી હતી.

અંધેરીમાં રહેતી 28 વર્ષીય મોડેલે બોલીવૂડમાં મોટા કલાકારો સાથે કામ કરનારા ફોટોગ્રાફર કોલસ્ટન સામે દુષ્કર્મનો આરોપ કર્યોચે. 2014 અને 2018માં બોલીવૂડમાં કામ મેળવી આપવાને નામે ખોટાં આશ્વાસન આપીને બાંદરા વિસ્તારમાં દુષ્કર્મ કર્યાનો આરોપ મોડેલે કર્યો છે. 26 મેએ પોલીસે એફઆઈઆર દાખલ કરી છે.

મોડેલે પોસ્ટમાં વ્યથા કહી હતી
મોડેલે આ પૂર્વે 12 એપ્રિલે સોશિયલ મિડિયા પર એક પોસ્ટ લખીને તેની પર થયેલા અત્યાચારને વાચા આપી હતી. કામના સમયે કઈ રીતે તેનું શારીરિક અને માનસિક શોષણ કરવામાં આવ્યું હતું તે વ્યથા તેણે જણાવી હતી. આ સાથેતેણે એક વરિષ્ઠ પોલીસ અધિકારીને પત્ર પણ લખ્યો હતો, જેમાં તેનું શારીરિક શોષણ અને તેની પર હુમલો કઈ રીતે થયો તેની વિગતો આપી હતી. આને આધારે બાંદરા પોલીસે એફઆઈઆર દાખલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...