કાર્યવાહી:અનધિકૃત રીતે જુગાર રમવા અંગે ભાજપના નેતા સહિત 50 સામે ગુનો

મુંબઈ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

બીડ જિલ્લામાં અનધિકૃત રીતે જુગાર રમવા માટે પોલીસે ભાજપના સ્થાનિક નેતા સહિત 50 જણ સામે સુસંગત કલમો હેઠળ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. વિશ્વસનીય માહિતીને આધારે પોલીસે તલેગાવ ગામમાં સ્પોર્ટસ ક્લબમાં અચાનક દરોડા પાડ્યા હતા. તે સમયે આરોપીઓ ત્યાં અનધિકૃત રીતે જુગાર રમતા મળી આવ્યા હતા. બીડ રુરલ પોલીસમાં આ અંગે ભાજપના નેતા સહિત 50 જણ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, એમ આસિસ્ટન્ટ એસપી પંકજ કુમાવતે જણાવ્યું હતું.

એફઆઈઆર અનુસાર સ્પોર્ટ ક્લબની જમીન જેની પર હતી તે ભાઉસાહેબ સાવંત દ્વારા લીઝ પર લેવામાં આવી છે. આ જમીનનો માલિક ભાજપના બીડ જિલ્લાનો એકમ પ્રમુખ રાજેન્દ્ર મ્હસ્કે છે. એક આરોપી કલ્યાણ પવારે આ જમીન ભાડે લીધી હતી અને સ્પોર્ટસ કલબ શરૂ કર્યો હતો. આ પછી તેણે સાવંતને જગ્યા ભાડા પર આપી દીધી હતી. રાજેન્દ્ર મ્હસ્કેએ જણાવ્યું કે ક્લબમાં જે પણ જુગારની પ્રવૃત્તિ ચાલતી હતી તેની સાથે મારો કોઈ સંબંધ નથી. આ જમીન મારા ભાઈની છે. મારી પર ખોટી રીતે ગુનો દાખલ કરાયો છે. પોલીસે તપાસ વિના જ મારું નામ કેસમાં ઉમેરી લીધું છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...